લોકોમાં ભયનું લખલખું: આખી રાત ઉચ્ચક જીવે વિતાવી, કેટલીક શાળાઓમાં રજા જાહેર
રાજકોટ જિલ્લાના ધોરાજી- ઉપલેટા- જેતપુર ઉપરાંત જુનાગઢ-અમરેલી જિલ્લામાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી આજે સવારે 8.34 વાગ્યા સુધીના માત્ર 14 કલાકમાં ભુકંપના 15 આંચકા નોંધાતા લોકો ફફડી ઉઠયા છે અને આજે ભયના કારણે કેટલીક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગઇકાલે ગુરૂવારે સાંજે ભુકંપના આંચકાનો સીલસીલો શરૂ થયો હતો જે આજે સવારેપણ ચાલુ રહેતા લોકોએ ભયના ઓથાર નીચે રાત વિતાવી હતી. આ આંચકાઓના એ.પી. સેન્ટર જેતપુર અને ધારી નજીક નોંધાયા હતા.
ગઇકાલે સાંજે 7.16 વાગ્યાથી રાતે 10.54 સુધીમાં છ આંચકા આવ્યા બાદ આજે સવારે 6.19 થી 9.45 વાગ્યા સુધીમાં વધુ નવ આંચકા નોંધાતા લોકો ફફડી ઉઠયા હતા.
કચ્છમાં ઈ. 2001માં તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે 8.46 વાગ્યે આવેલા મહાવિનાશક ભૂકંપને આગામી તા. 26ના પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસેમ્બર- 2025થી પૃથ્વીના પેટાળમાં ગતિવિધિ વધી છે.
તાજેતરમાં તાલાલા ગીર પંથકમાં ઉપરાઉપરી ભૂકંપો બાદ ગઇકાલે રાત્રિના ઉપલેટાથી 30 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.3ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠતા કંપન અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા તો બીજી તરફ અમરેલીના ખાંભા પંથકમાં આજે સાંજે 1.9ની તીવ્રતાનો આંચકો પણ નોંધાતા ત્યાં પણ ભયનો માહૌલ જોવા મળ્યો હતો.
જેતપુર પાસે પાંચપીપળા ગામ નજીક જમીનથી માત્ર 6.1 કિ.મી. ઉંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ધોરાજીથી અહેવાલ મૂજબ આશરે 3 સેક્ધડ સુધી ધરતી ધુ્રજતી રહી હતી અને આસપાસના ગામોમાં પણ અર જોવા મળી હતી. આંચકો અનુભવાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. જ્યારે અમરેલીથી અહેવાલ મૂજબ અમરેલીથી 41 કિ.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ ખાંભા ગીર પંથકમાં આજે સાંજે 1.9નો આંચકો નોંધાયો છે. ઈંગોરાલા, નાની ધારા, નાના વિસાવદર સહિત ગામોમાં કંપન અનુભવાતા લોકો ઘરની બહાર દોડયા હતા.
ગઇકાલે આવેલા આંચકા
સાંજે 7.16 મીનીટે 1.9ની તીવ્રતા
રાત્રે 8.24 મીનીટે 1.9ની તીવ્રતા
રાત્રે 8.43 મીનીટે 3.3ની તીવ્રતા
રાત્રે 9.16 મીનીટે 2.3ની તીવ્રતા
રાત્રે 10.03 મીનીટે 2.2ની તીવ્રતા
રાત્રે 10.54 મીનીટે 2.1ની તીવ્રતા
સવારે નોંધાયેલા આંચકા
6.19 વાગ્યે 3.8ની તીવ્રતા
6.56 વાગ્યે 2.9ની તીવ્રતા
6.58 વાગ્યે 3.2ની તીવ્રતા
7.10 વાગ્યે 2.9ની તીવ્રતા
7.13 વાગ્યે 2.9ની તીવ્રતા
7.33 વાગ્યે 2.7ની તીવ્રતા
8.21 વાગ્યે 3.0ની તીવ્રતા
8.34 વાગ્યે 3.2ની તીવ્રતા
9.45 વાગ્યે 3.2ની તીવ્રતા
