જિલ્લામાં મતદારયાદીમાં નામ ઉમેરવા 14,843 ફોર્મ ભરાયા

ખાસ ઝૂંબેશને અંતે નામ કમી કરાવવા 1,948 ફોર્મ આવ્યા રાજકોટ જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા અભિયાન અંતર્ગત તા. 11, 18 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ ખાસ…

ખાસ ઝૂંબેશને અંતે નામ કમી કરાવવા 1,948 ફોર્મ આવ્યા

રાજકોટ જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા અભિયાન અંતર્ગત તા. 11, 18 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન નવા મતદારોનાં નામ ઉમેરવા તેમજ મતદારયાદીમાં સુધારા-વધારા કરવા માટે મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થયાં હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 11 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં નવા નામ ઉમેરવા માટે કુલ 3,920 ફોર્મ મળ્યાં હતાં. આ ઉપરાંત, 1,986 ફોર્મ નામ કમી કરવા માટે પ્રાપ્ત થયાં હતાં.

તે જ રીતે, તા. 18 ઓક્ટોબરના રોજ નવા નામ ઉમેરવા માટે 4,211 ફોર્મ મળ્યાં હતાં, જ્યારે નામ કમી કરવા માટે 1,879 ફોર્મ પ્રાપ્ત થયાં હતાં. તા. 25 ઓક્ટોબરના રોજ નવા નામ ઉમેરવા માટે 1,752 ફોર્મ મળ્યાં હતાં, જ્યારે નામ કમી કરવા માટે 2,866 ફોર્મ પ્રાપ્ત થયાં હતાં. સમગ્ર ઝુંબેશ દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ 14,843 ફોર્મ નવા નામ ઉમેરવા માટે પ્રાપ્ત થયાં હતાં. જ્યારે નામ કમી કરવા માટે કુલ 1,948 ફોર્મ મળ્યાં હતાં. આ ઉપરાંત, મતદારયાદીમાં સુધારા-વધારા માટે કુલ 15,753 ફોર્મ પ્રાપ્ત થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *