વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત

વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી…

વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી એન.ડી.પી.એસ. ની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જિલ્લામાંથી ગાંજા, ચરસ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ ની બદી સંદતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ. ના કેસો શોધી કાઢવા આપેલ સુચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામી, પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા, એ.એસ.આઇ. જેઠાભાઇ વિરાભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પો.હેડ.કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ, પો.કોન્સ. અશોકભાઇ હમિરભાઇ, જયેશભાઇ બાલુભાઇ, રાજદિપસિંહ ઘનશ્યામસિંહ, દિપકભાઇ વજુભાઇ, સુનીલભાઇ બાલુભાઇ તથા એફ એસ એલ અધિકારી સહીતના સ્ટાફે પો.કોન્સ. રવિકુમાર ગોહિલ ને મળેલી બાતમી આધારે અત્રેના ગીતાનગર-1 આવાસ યોજના પાસેથી માદક પદાર્થ ગાંજાના પાંદડા ડાળખા ઓ બીજ સાથેના લીલા સુસ્ત જેવા ભેજવાળા વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી એન.ડી.પી.એસ. કલમ 8(સી),20(બી) (શશ) (બી),29 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ પકડાયેલ આરોપી ભાવેશ સોમાભાઇ ચાંડપા ઉ.વ.31 ધંધો-મંડપ સર્વિસનો રહે.વેરાવળ મફતીયાપરા અયપ્પા મંદિર પાસે તા.વેરાવળ હોય અને તેની પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં (1) માદક પદાર્થ ગાંજો નેટ વજન 1648 ગ્રામ રૂૂા.16480 (2) વજન કાંટો-01 રૂૂા.200 (3) માદક પદાર્થ ભરેલ હતો તે રેગજીનનો થેલો-01 રૂૂા.100 (4) મોબાઇલ ફોન-01 રૂૂા.5000 (5) હિરો સુપર સ્લ્પેન્ડર મોટર સાયકલ 01 રૂૂા.10,000 મળી કૂલ રૂૂા.31,780 સાથે તેને ઝડપી લીધેલ છે. આ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસમાં વેરાવળ તથા પ્રભાસ પાટણ માં જુદા-જુદા ગુન્હાઓ નોંધાયેલ છે અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તેણે આ માદક પદાર્થ બોટાદના શંકરદાસ પાસેથી મેળવ્યો હતો. પોલીસે આ મામલે ભાવેશ ચાંડપા અને શંકરદાસ બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *