ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, ભાજપ પ્રભારી તરૂણ ચૂગની સ્પષ્ટતા

તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ મોરબી ખાતે યોજાયેલી વિશાળ સભામાંથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે તેવું નિવેદન આપીને રાજ્યના રાજકીય તાપમાનમાં મોટો…

તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ મોરબી ખાતે યોજાયેલી વિશાળ સભામાંથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે તેવું નિવેદન આપીને રાજ્યના રાજકીય તાપમાનમાં મોટો ઉછાળો લાવી દીધો છે.એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાની આગેવાનીમાં મોરબીમાં ખેડૂત આક્રોશ મહાસભા યોજાઈ તો બીજી તરફ રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ ઘરવાપસી કરતાં સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં નવી હિલચાલ શરૂૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેમણે એક નિવેદનમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના સંકેતને ફગાવ્યા હતાં.

ગુજરાતના રાજકારણમાં આગામી ચૂંટણીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ભાજપના પ્રભારી તરુણ ચૂગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી પોતાના નિયત અને નિર્ધારિત સમયે જ યોજવામાં આવશે.રાજ્યમાં સમયસર જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તેવી સ્પષ્ટતા કરીને તેમણે તમામ અસમંજસનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાલમાં ધરાવે છે તેના કરતા પણ વધુ બેઠકો જીતીને વિજય પ્રાપ્ત કરશે.તરુણ ચૂગે કહ્યું હતું કે વિરોધ પક્ષના દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ચૂંટણી પોતાના નિર્ધારિત સમયે જ યોજાશે. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે અને જનતા તેમને સ્વીકારતી નથી કે વોટ પણ આપતી નથી.તેનું જ પરિણામ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વડાપ્રધાનના પિતા વિશે આવી અભદ્ર ભાષા બોલ્યા છે.કોંગ્રેસે દેશના વિકાસ વિશે સવાલો ઊભા કરવાનો નવો એજન્ડા બનાવીને અરાજક તત્વોને બળ આપવાનું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *