લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન

20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…

20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે

રાજકોટનો ભાતીગળ લોકમેળો જ્યા યોજાય છે એ રેસકોર્સ મેદાનને મેળાના દિવસો દરમિયાન ચોખ્ખુચણાંક રાખવા માટે મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જવાબદારી સોંપવામા આવે છે. તેના માટે સફાઇ વિભાગે ત્રણ સિફ્ટમાં રાઉન્ડ ધી ક્લોક આયોજન કરવામા આવ્યુ છે.

140થી વધુ સફાઇ કામદારો ફાળવવામા આવ્યા છે. મેળામાંથી એકત્ર થતી ગંદકી સોખડા ડમ્પીંગ યાર્ડમાં ઠલવવા માટે ડમ્પરના ફેરા સતત ચાલુ રાખવામા આવશે. દરમિયાન મેળામાં સંભવિત દૂઘર્ટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડનું સુરક્ષા કવચ રાખવામા રાખવામા આવ્યુ છે. મેદાનમાં પાંચ સ્થળે રખાશે હંગામી ફાયર સ્ટેશન મેળામાં ઠલવાતા કચરાથી ગંદકી ન થાય તે માટે મહાપાલિકાએ રાઉન્ડ ધી ક્લોક સફાઇની વ્યવસ્થા ગોઠવી છે. ત્રણ સિફ્ટમાં સફાઇ ચાલુ રહેશે. સવારના સમયમાં 70 સફાઇ કામદાર, બપોરે 20 અને રાત્રે મેળો ખાલી થઇ જાય ત્યાંરે મેદાન સંપુણપર્ણે ચોખ્ખુચણાક રાખવા માટે 140 સફાઇ કામદાર રાત આખી સફાઇ કરશે. કચરો એકત્ર કરીને ડમ્પીંગ યાર્ડ ઠલવવા લઇ જવા માટે 2 ડમ્પર સતત દોડતા રહેશે.મેળામાં અલગ અલગ 20 જગ્યાએ મોટી કચરાપેટી મુકવામા આવશે. 5 સ્થળે મોબાઇલ ટોયલેટ યુનિટ રાખવામા આવશે.

દરમિયાન ન કરે નારાયણ અને જો કોઇ દૂઘર્ટના સર્જાય તો તેને પહોંચી વળવા માટે મેળાના મેદાનમાં અલગ અલગ પાંચ સ્થળે હંગામી ફાયર સ્ટેશન રાખવામા આવ્યુ છે. ફનવલ્ડના ગેટ પાસે, પોલીસ કમિશનરના બંગલાની સામેના ગેટ પાસે, ઓપન એર થિયેટર, એરપોર્ટથી મેળાના પ્રવેશદ્વાર પાસે ફાયર ફાયટર, રેસ્ક્યુ ટીમ અને કુલ 25 જવાનોને રાઉન્ડ ધી ક્લોક તૈનાત રાખવામા આવશે.

લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ ધારકોને પાંચમના દિવસે એટલે કે લોકમેળાના આગલા દિવસે હંગામી ફૂડ લાયસન્સ અપાશે. લાયસન્સના નિયમોનો ભંગ કરનારાઓ માટે કડક દંડની જોગવાઇ કરવામા આવી છે.
જ્યારે મેળામાં અખાદ્ય સામગ્રી સહેલાણીઓને ધાબડી દેવામા ન આવે તે માટે ત્રણ સિફ્ટમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમને ફરજ સોંપવામા આવશે. ખાનગી મેળાઓમાં પણ આ જ રીતે ફૂડ લાયસન્સ અને ચેકીંગ માટે ટીમ બનાવવામા આવી હોવાનું આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યુ હતુ.

લોકમેળામાં પ્લાસ્ટિક વાપરનારની ખેર નથી, ચેકિંગ માટે ખાસ સ્કવોર્ડ મુકાશે
સમગ્ર રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. લોકમેળામાં પણ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય એ માટે ખાસ અલગથી ચેકિંગ સ્કવોર્ડ મુકવામા આવશે. મેળામાં આવતા સહેલાણી પાસેથી પણ જો પ્લાસ્ટિક મળી આવશે તો તેની પાસેથી દંડ વસુલવામા આવશે. જ્યારે સ્ટોલધારકો સામે પણ આકરા પગલાંની નીતિ ઘડવામા આવી છે.

સવારે 60, બપોરે 30 અને રાત્રે 130 સફાઇ કામદાર
લોકમેળામાં રોજ ટનબંધ કચરો થાય છે. સફાઇ માટે મનપાએ ખાસ અલગથી વ્યવસ્થા કરવામા આવી છે. રાઉન્ડ ધિ ક્લોક સફાઇ કરવામા આવશે. સવારે 60 સફાઇ કામદાર, બપોરે 30 અને રાત્રે 130 કામદાર કામે લાગશે. કચરો લઇ જવા માટે ત્રણેય સિફ્ટમાં બબ્બે ડમ્પર સતત દોડતા રહેશે. આ ઉપરાંત મેળાના મેદાનમાં અલગ અલગ 20 જગ્યાએ મોટી કચરાપેટી મુકવામા આવશે. જ્યારે બે મોબાઇલ ટોયલેટ રાખવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *