શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીના કાંઠે જુગાર રમતા બે મહિલાઓ સહિત આઠ શખસોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ રૂૂ.14,200 ની રોકડ કબજે કરી હતી. જયારે ક્રાઇમ બ્રાંચે રૈયાધાર મફતીયાપરા પાસે સુખદેવસિંહ ટાઉનશીપમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ રૂૂ.59,200 ની રોકડ કબજે કરી હતી. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચાવડા, કોન્સ્ટેબલ જગમાલભાઈ જાદવ, સુખદેવભાઈ દાંતી, રેશમાબેન અબ્દુલભાઈ મોઢિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ભગવતીપરા મિયાણાવાસ આજી નદી કાંઠે દશામાના મંદિર પાસે કેટલાક શખસો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે અહીં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં સોહિલ મજીદભાઈ સોરા, રમેશ ગાંડાભાઇ મકવાણા, આકાશ રત્નાભાઇ સભાડ, સરફરાજ હુસેનભાઇ શેખ, કિરણ મેઘજીભાઈ દશઆંગરીયા, યુનુસ અલારખાભાઈ રાઉમા, સમીનાબેન શરીફભાઈ સમા અને રૂૂક્ષાના શરીફભાઈ સમાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂૂપિયા 14,200 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જુગારના અન્ય દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઈ અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રૈયાધાર મફતિયાપરા સુખદેવસિંહ ટાઉનશીપમાં રહેતો અલ્કેશ સોલંકી અહીં પોતાના ઘર પાસે ફળિયામાં માણસો ભેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં અલ્કેશ અશોકભાઈ સોલંકી, ભીમા અરજણભાઈ લુણાગરિયા, મુનાફ હબીબભાઈ ખત્રી, રાજુ ધીરૂૂભાઈ વઢવાણિયા, કાના દિલીપભાઈ મકવાણા અને વિનોદ જયંતીભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂૂ.59,200 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
