જામનગરમાં ગુજસિટોકના ગુનાના 14 આરોપી સાત દિવસના રિમાન્ડ પર

બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો નોંધાયો હતો જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા…

બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો નોંધાયો હતો

જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ છેલ્લા કેટલાક સમય થી માથાકૂટ ચાલી રહી છે. ત્યારે જામનગર પોલીસે બંને ની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે અને અસલમ ગેંગ ના 13 તથા અલ્તાફ ગેંગના એક આરોપીને મળી કુલ 14 ની ધરપકડ કરી હતી જેને આજે રાજકોટ ની સ્પે.કોર્ટ માં. રજૂ કરવામાં આવતા સાત દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જ ના આઇજી નિર્લિપ્ત રાયની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન અન્વયે જામનગર જીલ્લા વિસ્તારમા સંગઠીત ગુના આચરતી ટોળકીઓ ગુજસીટોક ની ગુનાહિત પ્રવુતિ નિયંત્રણ લેવા માટે સુચના આપવામાં આવી હતી.

જે અન્વયે જામનગર પોલીસની ટીમ દ્વારા જામનગર જીલ્લા માં અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્ને ની ટોળકી દ્વારા સીનદીકેટના ગુના આચરવામાં આવતા હતા. અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરૂૂધ્ધ કુલ -46 તથા અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરૂૂધ્ધ કુલ-પર ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય. જેથી બંન્ને ગેંગ વિરૂૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટોક ની કલમ હેઠળ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને અસલમ કરીમભાઇ ખીલજી ગેંગના કુલ 18 સભ્યો વિરૂૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે પૈકી કુલ 13 આરોપીને ઝડપી લેવાયા હતા છે. જયારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઇ ખફીની ગેંગ ના 11 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી કુલ 8 આરોપી હાલ જેલમાં છે. તેમજ 1 આરોપીને ગઈકાલે ઝડપી લેવાયો છે.

અને બે આરોપી પકડવાના બાકી છે.આમ ગઈકાલે ઝડપાયેલ તમામ 14 આરોપીઓ ને રિમાન્ડ ની માંગણી સાથે આજે રાજકોટમાં સ્પે. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં તમામને સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે.

અસલમ ખીલજીની ગેંગ સામે કુલ 21 ગુના
જામનગર શહેરમાં અસલમ કરીમભાઈ ખીલજી ગેંગ સાથે સંકળાયેલા સાગરીતોનો ગુનાહિત ઈતિહાસ ચોંકાવનારો સામે આવ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અનેક ગુનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગના સભ્યો લાંબા સમયથી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ગેંગના સાગરીતો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (કલમ 307), ધમકી (506), મારામારી (323), સ્ત્રી સાથે અશ્ર્લીલ વર્તન (354), જાહેરમાં અશ્ર્લીલ હરકતો (294), સાજિશ (120-બી), તેમજ ગેરકાયદેસર ભેગા થવા (143, 147, 148) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ એક્ટ, આર્મ્સ એક્ટ, એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ પણ અનેક કેસ નોંધાયા છે. જામનગર સીટી એ ડિવિઝન, સીટી બી ડિવિઝન તેમજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં વર્ષ 2016થી લઈને 2026 સુધી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે. ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ જી.પી. એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. આ કેસોમાં હત્યાના પ્રયાસ, ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ, તોફાન, ઉઘરાણી, ધમકી, જુગાર તથા સમાજમાં ભયનો માહોલ ઉભો કરવાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે કેટલાક કેસોમાં ભારતીય દંડ સંહિતા ઉપરાંત નવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ આ ગેંગના સાગરીતો વિરુદ્ધ કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જે તેમની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને દર્શાવે છે. આ તમામ વિગતોના આધારે પોલીસ દ્વારા ગેંગ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

અલ્તાફ ખફીની ગેંગ સામે પણ 50 ગુના
જામનગરના બીજા મુખ્ય આરોપી અલ્તાફ ખફી અને તેની ગેંગ નો પણ મોટો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, અને તમામ સામે કુલ 50 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ તથા તેમના ગેંગના સભ્યો સામે જામનગર શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ અન્ય જિલ્લાઓમાં નીચે મુજબની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. ભારતીય દંડ સંહિતા કલમ 323, 324, 325, 504, 506(2), 114 મુજબ મારામારી, ઇજા પહોંચાડવા, ધમકી તથા દાદાગીરીના ગુનાઓ. ભારતીય દંડ સંહિતા કલમ 302, 307, 308 મુજબ હત્યા તથા હત્યાના પ્રયાસ સંબંધિત ગંભીર ગુનાઓ. જ્યારે ભારતીય દંડ સંહિતા કલમ 380, 454, 394 મુજબ ચોરી, ઘરફોડ ચોરી તથા લૂંટફાટના ગુનાઓ, આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ), 27, 29 હેઠળ ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ, એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 21(સી), 29 હેઠળ માદક પદાર્થ સંબંધિત ગુનાઓ નોધાયા છે. જ્યારે ભારતીય દંડ સંહિતા કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 કલમ 51(બી) મુજબ જાહેર હુકમનો ભંગ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65(છ), 116(બી), 81 હેઠળ દારૂૂબંધી સંબંધિત ગુનાઓ, ગુજરાત પોલીસ એક્ટ કલમ 135(1) મુજબ જાહેર શાંતિ ભંગ સંબંધિત ગુનાઓ નો સમાવેશ થાય છે. આમ કુલ વર્ષ 2007 થી 2026 દરમ્યાન કુલ 50થી વધુ ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *