3-એએસપી, 4-ડીવાયએસપી, 14 પીઆઈ, 42 પીએસઆઈ, 38 ટ્રાફિક જવાન, 1100 પોલીસ અને 100 બોડી વોર્નર કેમેરા સાથે બંદોબસ્ત જાળવશે
સ્ટેડિયમની અંદર અને બહાર ડ્રોનથી નજર રખાશે, ખાસ પોલીસ કંટ્રોલરૂમ ઉભો કરાયો
રાજકોટ નજીક આવેલા નીરંજન શાહ સ્ટેડીયમમાં કાલે તા.14ને બુધવારે ગોઠવવામાં આવ્યો છે. ક્રિકેટ સ્ટેડીયમમાં મેચ દરમિયાન 1300થી વધુ પોલીસ તૈનાત રહેશે જેમાં એ.એસ.પી-03,ડી.વાય.એસ.પી-04, પી.આઇ-14,પી.એસ.આઇ-42,પોલીસ કર્મચારી-700,ટ્રાફીક પોલીસ-38.ટી.આર.બી. તથા જી.આર.ડીના સભ્યો-મળી કુલ 400 ઉપરાંત 100- પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે બંદોબસ્ત માટે તૈનાત રહેશે.ઉપરાંત રાજકોટની બે હોટેલ ખાતે જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રોકાઈ છે ત્યાં શહેર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાનાર હોય જેથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ હોય જેને લઈ સ્ટેડીયમ હાઈસફૂલ રહેવાની શકયતાઓ છે.મેચ દરમ્યાન કોઈ અનછિય બનાવના ન બને તે માટે ડીવાએસપી, પીઆઈ અને પીએસઆઈ નેજા હેઠળ 1300 થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે ખડેપગે રહેશે.
વિજયસિંહ ગુર્જરે ટુવ્હીલર ચાલકોને અપીલ કરી છે કે મકરસંક્રાતિ પર્વ નિમીતે કોઈ ઘટના ન બને તે માટે પોતાના વાહનમાં ખાસ સેફટી ગાર્ડ લગાવે તે જરૂૂરી છે. સ્ટેડીયમના તમામ ગેઈટ પર મેટલ ડિટેકટર મુકવામાં આવ્યા છે. તેમજ ડોરફ્રેમ મેટલ ડિટેકટરનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત એલસીબી, એસઓજી, ઘોડેસવાર, સહિતનો સ્ટાફ પણ એલટ રહેશે. ઉપરાંત બી.ડી.ડી.એસ.ની ટીમ, ડોગ સ્કોડ સાથે સતત સ્ટેડીયમનુ ચેકીંગ કરશે. સ્ટેડીયમમાં એન્ટી ડ્રોન સીસ્ટમ તથા બે ડ્રોન કેમેરાનો મેચ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવશે તેમજ ત્રણ વોચ ટાવર તથા સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે. મેચ દરમ્યાન સંપૂર્ણ સ્ટેડીયમ, પાર્કીંગ તથા આજુ-બાજુનો રોડ સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલ હોય જેથી કોઇ પણ અપરાધિક પ્રવૃતિ જણાય આવ્યે તેમના ઉપર પોલીસની સતત નજર રહેશે. તેમજ ગ્રાઉન્ડ ની અદર ખેલાડીઓની સુરક્ષા સુનીશ્ચીત કરવા ઉપર મુજબ સઘન પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે તથા તમામ પ્રેક્ષકોને ચેતવણી આપવામા આવે છે કે મેચ દરમ્યાન ગ્રાઉન્ડની અંદર અન-અધિકૃત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચ દરમ્યાન કોઇ પણ રીતે વિક્ષેપ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
બંદોબસ્તમાં ડી.એફ.એમ.ડી.તથા એચ.એસ.એમ.ડી. તથા બગેજ સ્કેનર લગાવેલ છે જેથી પ્રવેશ મેળવનાર તમામ પ્રેક્ષકોનુ ત્યાં સ્કીનીંગ કરવામાં આવશે તથા બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ખાસ પોલીસ કંટ્રોલ રૂૂમ ઉભો કરવમાં આવ્યો છે. મેચ દરમ્યાન સંપૂર્ણ સ્ટેડીયમ, પાર્કીંગ તથા આજુ-બાજુનો રોડ સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલ હોય જેથી કોઇ પણ અપરાધિક પ્રવૃતિ જણાય આવ્યે તેમના ઉપર પોલીસની સતત નજર રહેશે.
પોલીસ દ્વારા ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકો માટે જાહેર કરેલ માર્ગદર્શિકા
મેમ્બર પાસ તથા ટીમને મેઇન ગેઇટથી એન્ટ્રી કરવામાં આવશે. મીડીયા અને ઓર્ગેનાઇઝર માટે આઉટર ગેઇટ નં-03 થી એન્ટ્રી કરવામાં આવશે. ઇસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના દર્શકો માટે આઉટર ગેઇટ નં-04 થી એન્ટ્રી કરવામાં આવશે. સ્ટેડીયમની અંદર બેગ, ટીફીન, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, વિડીયો કેમેરા, લાકડી, હથિયાર એવી કોઇપણ વસ્તુ અંદર લઇ જઇ શકશે નહીં. શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યકિત જણાય તેના ઉપર નજર રાખો. કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી. વાહનો નિયત કરેલ પાર્કીંગમાં જ પાર્ક કરવા. કોઇ વ્યકિત સ્ટેડીયમમાંથી ગ્રાઉન્ડમાં કોઇ પદાર્થ ફેંકતા પકડાશે તેના વિરૂૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેડીયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહી જો તમારે કોઇ સમસ્યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો સંપર્ક કરો અથવા મેઇન એન્ટ્રી ગેઇટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવેલ છે. જેથી ત્યાં જઇ અને તમારી સમસ્યા ગભરાયા વગર પોલીસ ઓફીસરને જણાવી શકો છો.
મેચની ટિકિટના કાળા બજાર અટકાવવા સાયબર ક્રાઈમને જવાબદારી અપાઈ
વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં ક્રિકેટ રસિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ટિકિટોના પાંચ ગણા ભાવ વસૂલી કળાબજાર કરતા બે યુવકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.જેની પાસેથી પોલીસે કુલ 17 ટિકિટો જપ્ત કરી હતી. રાજકોટમાં પણ મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર થવાની સંભાવના હોય જીલ્લા પોલીસ દ્વારા મેચની ટીકીટના કળાબજાર રોકવા માટે સાયબર ક્રાઈમને જવાબદારી સોપી છે. સાઈબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયા ઉપર વોચ ગોઠવશે ઉપરાંત ગ્રામ્ય એલસીબીની ટીમ સાથે શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ વોચ ગોઠવી આવા કળાબજારિયાને પકડશે
પાર્કિંગ સિવાયની જગ્યયા ઉપર ઉભા રાખેલા વાહનો ડીટેન કરાશે
ક્રિકેટ પ્રેમીઓને ટ્રાફિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેડીયમ નજીક આવેલ સરકારી જગ્યામાં 4000 કાર પાર્ક થઈ શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મેચ પૂર્ણ થયા બાદ ટ્રાફિકજામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા મેચ જોવા આવનાર તમામને તાકિદ કરવામાં આવી છે કે વાહનો રોડ પર રાખવામાં આવેલ નજરે પડશે તો પોલીસ દ્વારા લોક અથવા ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પાર્કિંગ વ્યવસ્થા માટે મેચ દરમ્યાન પેક્ષકોને વાહન પાર્ક કરવા માટે કુલ-7 પાર્કિંગની વ્યવસ્થા ખંઢેરી ગ્રામપંચાયત સાથે સમન્વય કરી રાખવામાં આવેલ છે.જે પાર્કીંગમાં 5000 ફોર-વ્હીલ તથા 5000 ટુ-વ્હિલ પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી પ્રેક્ષકોને સુચન કરવામાં આવે છે કે આપના વાહન ઉપરોકત પાર્કિંગમાં જ પાર્ક કરવા. જે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કીંગનો પાસ મળેલ છે તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-1 ઉપર થી પ્રવેશ મેળવી અને સ્ટેડીયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે જે લોકોને ઇસ્ટ પાર્કિંગનો પાસ મળેલ છે તેઓએ શિવ શકિત હોટલથી યુ-ટર્ન લઇ આઉટર મિડીયા ગેઇટ નં.-3 થી પ્રવેશ મેળવી સ્ટેડીયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે.
પ્રેક્ષકોને સવારે 10 વાગ્યાથી પ્રવેશ, બહાર નીકળ્યા બાદ ફરી એન્ટ્રી નહીં મળે
આવતીકાલે મકરસંક્રાતિના દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન-ડે મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની રાજકોટમાં સંભિવત આ અંતિમ મેચ હોય ઉપરાંત મેચના દિવસે ઉત્તારયણની જાહેર રજા હોય ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે જેને લઇ સ્ટેડિયમ પેક રહેવાની પૂરેપુરી શકયતા છે. મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આવનાર છે. ત્યારે મેચ દરમિયાન કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે મેચ જોવા આવતા પ્રેક્ષકોને સવારે 10 વાગ્યાથી જ સ્ટેડીયમમાં પ્રવેશ આપવમાં આવશે અને એક વખત પ્રવેશ કરનાર પ્રેક્ષક જો બહાર નીકળશે તો ફરી સ્ટેડીયમમાં પ્રવેશ આપવામાં નહી આવે તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
