કોઠારિયાની શ્રમજીવી સોસાયટીમાં કારખાનામાંથી 130 કિલો લોખંડની ચોરી

કોઠારીયા રણુજા મંદિરની સામે લાપાસરી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેણાંક સાથે જ આવેલા કારખાનાના ખુલ્લા કંપાઉન્ડમાંથી અજાણ્યો શખ્સ આશરે રૂા. 9,100ની કિંમતનું લોખંડ ચોરી જતાં…

કોઠારીયા રણુજા મંદિરની સામે લાપાસરી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેણાંક સાથે જ આવેલા કારખાનાના ખુલ્લા કંપાઉન્ડમાંથી અજાણ્યો શખ્સ આશરે રૂા. 9,100ની કિંમતનું લોખંડ ચોરી જતાં ફરિયાદ થઈ છે.
આ બનાવમાં શ્રમજીવી સોસાયટી શેરી નં. 5માં બાલવી કૃપા ખાતે રહેતાં અને ઘર સાથે જ ફેબ્રીકેશનનું કારખાનુ ધરાવતાં રાજેશભાઈ કાંતીભાઈ ચૌહાણ (ઉ.વ. 51)એ આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી છે કે પોતાના ઘરની નીચે જ આવેલા શ્રી બાલવી ફેબ્રીકેશન નામના તેના કારખાનામાંથી 28/4ના રોજ ચોરી થઇ છે.

કંપાઉન્ડમાં લોખંડનો સામાન રાખ્યો હતો. બીજા દિવસે એટલે કે તા. 29/04ના રોજ બપોરે અહીંથી ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ આ સામાન લેવા ગયા, ત્યારે ત્યાં રાખેલ લોખંડની એન્ગલો, પાઈપ અને સ્ટેન્ડ જોવા મળ્યા નહોતા. ચોર દોઢ ફૂટની લોખંડની આશરે 50 નંગ એન્ગલો (વજન 50 કિગ્રા). ચાર ફૂટ લાંબા બે નંગ લોખંડના પાઈપ (વજન 10 કિગ્રા) અને લોખંડના 8 નંગ સ્ટેન્ડ (વજન 50 કિગ્રા) સહિત 130 કિલો લોખંડનો સામાન ચોરી ગયા છે. હેડકોન્સ. એચ. એમ.ધરજીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *