પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ

રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી…

રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો

કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી કુલ રૂૂ.72.50 લાખ લઈ લીધા બાદ છેતરપિંડી કરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

કેનેડાનો રવી સેરુ નામનો આરોપી તથા રાજસ્થાનના જયપુરની શુભ્રા આચાર્ય નામની આરોપીએ સાથે મળી ગુન્હાહિત કાવતરુ રચ્યું હતું અને પોરબંદરના સુતારવાડા શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ જયેશભાઈ હિંડોચા નામના શિક્ષકને વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા અને વિઝિટર વિઝા વિશે માહિતી આપી પોતાની ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલ સાથે જોડાવાની વાત કરી વિઝા ફાઇલ કરાવાની કામગીરીથી સારી આવક મળી શકે તેમ સમજાવી પોતાની સંસ્થા સાથે જોડાવાની ઓફર કરી વિશ્વાસમાં લીધા હતા.

પોરબંદરમાંથી કુલ 12 ક્લાયન્ટને યુ.કે., ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી જેથી શિક્ષકે આરોપી શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં તમામ ક્લયાન્ટની ફી પેટે બેન્કથી ટ્રાન્સફર, આંગણીયા મારફત તેમજ સાહેદ તેજલબેન ઓડેદરાના ભાઇ દ્વારા શુભ્રાના એકાઉન્ટમાં અને યુ.કે.માં શુભ્રા આચાર્યના બીઝનેશ પાર્ટનરને રોકડા ઉપરાંત રાજદીપભાઇ ઓડેદરા દ્વારા શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર એમ તમામ રકમ મળી કુલ રૂૂ.72.50 લાખ મોકલ્યા હતા.

આરોપીઓ દ્વારા તમામ રકમ મેળવી લીધી હતી અને આરોપી શુભ્રા આચાર્ય દ્વારા કલ્યાન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇનવોઇસીસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા બનાવી એપ મારફત મોકલી ક્લાઈન્ટોને તથા શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે અંગે શિક્ષકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *