જુગારના બે દરોડામાં 10 મહિલા સહિત 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામનગર શહેરના રામેશ્વર નગર તેમજ ધરાનગર વિસ્તારના ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને બંને સ્થળો પરથી ગંજી પાના વડે જુગાર રમી…

જામનગર શહેરના રામેશ્વર નગર તેમજ ધરાનગર વિસ્તારના ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને બંને સ્થળો પરથી ગંજી પાના વડે જુગાર રમી રહેલી 10 મહિલાઓ સહિત 12 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને જુગારનું સાહિત્ય કબજે કરાયું છે. જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો રામેશ્વર નગર વિસ્તારમાં માટેલ ચોકમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રમેશ સવજીભાઈ તન્ના નામના 61 વર્ષના બુઝુર્ગ તેમજ રેખાબેન યોગેશભાઈ શાહ, રેશમાબેન કાસમભાઇ બાદરાણી, કિરણબા માનસંગજી કંચવા, સાવિત્રીબેન રણજીતસિંહ વાઘેલા, રેશમાબેન કાસમભાઈ સંધિ, પ્રતિમાબેન હેમતસિંહ ચૌહાણ, તેમજ રાધાબેન જીતેન્દ્રભાઈ વિઠલાણી વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 12,150 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના ધરારનગર -2, જૂનો કુંભાર વાડો વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યારથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સુલતાન ઓસમાણભાઈ સમેજા નામના રીક્ષા ડ્રાઇવર, ઉપરાંત અમીનાબેન ઉમરભાઈ સંધિ, વર્ષાબેન અશોકભાઈ પરમાર, અને બીબીબેન કરીમભાઈ સંધિ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 4,400 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *