સુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં…

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં ગીર સોમનાથ એસ ઓ જી, એલ સી બી અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે સ્થળ પરથી 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ અફઘાન ચરસનું પેકેટ કબજે કર્યું છે. આ ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લાના 110 કિમી દરિયાકિનારાને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. વધુ પેકેટ મળી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એસઓજી તથા એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે અરબી સમુદ્રમાં નવી અથવા કોસ્ટગાર્ડના ચેકિંગ દરમિયાન કોઈ ફિશિંગ બોટ માંથી આ માદક પદાર્થ ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે. જે સમયાંતરે દરિયા કિનારે તણાઈને આવ્યું હોવાની શક્યતા છે. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળ, ધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતું હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છમાંથી પણ મોટા પ્રમાણમાં બિનવારસી હાલતમાં ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *