શહેરમાં પીજીવીસીએલની 114 ચેકિંગ ટીમો ત્રાટકી, 200 કનેક્શનમાં 1.52 કરોડનો દંડ ફટકારાયો

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો- જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

તા. 19.10.26 થી તા. 23.10.26 દરમિયાન ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1, 2 અને 3 વિભાગીય કચેરી હેઠળની આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયા રોડ, પ્રદ્યુમન નગર, વાવડી, ખોખડદળ, મવડી રોડ, નાનામવા રોડ વગેરે પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, પ્રણામી પાર્ક સોસાયટી, પ્રિયદર્શન સોસાયટી, મારુતિપાર્ક સોસાયટી, રાજદીપ સોસાયટી, પ્રજાપતિ સોસાયટી, ગીરનાર સોસાયટી, ખોડલધામ, શીતાલાધાર સોસાયટી, ભીલેશ્વર પાર્ક, મારુતિ રેસીડેન્સી, ઉમિયા ચોક, આંબેડકર ચોક, ગોકુલનગર, તિરુપતિ સોસાયટી, સીતારામ સોસાયટી, શિવનગર, મ્છ્છોનગર, સુભમ સોસાયટી, હુસૈની ચોક, સોલવંટ ફાટક, ભગવતીપરા શેરી નં. 1, 2, જયપ્રકાશનગર, યદુનંદન સોસાયટી, ધરમનગર સોસાયટી, વંદેમાતરમ સોસાયટી, શ્રી પાર્ક સોસાયટી, રાજનગર સોસાયટી, ગણેશ નગર, ખોડીયારપરા સોસાયટી, જુનો મોરબી રોડ, સાગર સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, સૂર્યોદય સોસાયટી, ગંજીવાડ શેરી નં. 41 તો 80, ચુનારવાડ ચોક, ભાવનગર રોડ, પીટીસી મેઈન રોડ, રૈયા ગામ, ખોડીયારપરા વિસ્તાર, રાજ રાજેશ્વરી મંદિર ની આસપાસ નો વિસ્તાર, ગાયકવાડી મેઈન રોડ, જંકશન પ્લોટ મેઈન રોડ, પોપટપરા વિસ્તાર, રઘુનંદન સોસાયટી, સેન્ટ્રલ જેલ ની આસપાસનો વિસ્તાર, ભારતીનગર, મોચીનગર, શ્યામનગર, ગોવિંદનગર, કષ્ટભંજન સોસાયટી, ગંજીવાડ શેરી નં. 41 તો 80, ચુનારવાડ ચોક, ભાવનગર રોડ, પીટીસી મેઈન રોડ, જન્ગ્લેશ્વર શેરી નં. 20 થી 32, આરએમસી આવાસ યોજના, સમજુ પાર્ક, નવાગામ મેઈન રોડ, નવાગામ આવાસ યોજના, બંગડી બજાર, દિવાનપરા મેઈન રોડ, ઘી કાંટા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક વગેરેમાં પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 114 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 2356 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 200 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 152.72 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *