આર્યનગર અને જંગલેશ્ર્વરમાં જુગાર રમતા 11 શખ્સો પકડાયા

શહેરમાં બે સ્થળે ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી હતી. આર્યનગર અને જંગલેશ્વરમાં જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.35400ની રોકડ કબજે કરી હતી. જાણવા…

શહેરમાં બે સ્થળે ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી હતી. આર્યનગર અને જંગલેશ્વરમાં જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.35400ની રોકડ કબજે કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પેડક રોડ પર આર્યનગર શેરી નં.6માં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા કમલેશ બંસીલાલ સોની, મિતેશ કમલેશ સોની, પંકજ નીબ્બુભાઇ પ્રજાપતિ, ઉદયભાન જવાહીર ચૌહાણ, પ્રમોદ રામદીન ચૌહાણ અને પ્રમાનંદ રામનગીના ચૌહાણને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.19200ની રોકડ કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે જંગલેશ્વર શેરી નં.8માં નદીના કાંઠે ચાલતા વરલીના જુગાર ઉપર દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા અબ્બાસ હાજીભાઇ સંઘવાણી, સોહિલ સિકંદર ચાનીયા, પરેશ મગનભાઇ ગોહેલ, કેશુ ધીરૂભાઇ પરમાર અને ભરત ગોકળભાઇ ચૌહાણને ઝડપી લઇ રૂા.16200ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *