સમાધાનની વાતાો વચ્ચે ‘જમીની’ યુધ્ધ માટે સંપુર્ણ તૈયાર: ઈરાની સરકારી પ્રવકતાની ટેલિવિઝન પર જાહેરાત
અમેરિકાએ મધ્યપૂર્વમાં 82મી એરબોર્ન ડિવિઝનના એક હજારથી વધુ જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. પેન્ટાગોન આ ઉપરાંત બીજા પાંચ હજાર મરીન્સ પણ મોકલવાની તૈયારીમાં છે. અમેરિકાના આ પગલાંને સંરક્ષણ નિષ્ણાતો બહુ મોટું પગલું માને છે. નિવૃત્ત અમેરિકન જનરલ જહોન એલનનું કહેવું છે કે 82મી એરબોર્ન ડિવિઝન મોકલવાનો અર્થ ફક્ત ડિફેન્સ જ નથી. આ ડિવિઝન ઉતારવાનો અર્થ ભૂમિ આક્રમણની તૈયારીનો સ્પષ્ટ સંકેત છે. આમ અમેરિકા પહેલા હવાઈ અને પછી નૌકાદળ વડે હુમલા કરી રહ્યુ હતુ, હવે તેણે પેરાટ્રૂપર્સ ગોઠવ્યા છે. આનો સીધો અર્થ એમ થાય કે ખાર્ગ ટાપુ કે ઇરાનની જમીનના અન્ય હિસ્સાઓ પર ભૂમિ આક્રમણની તૈયારી વધી ગઈ છે.
હાલમાં અમેરિકાના 16 યુદ્ધજહાજ મધ્યપૂર્વમાં ગોઠવાયેલા છે. તેમા બે ફુલ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ છે. કેટલાક એમ્ફિબિયસ એસોલ્ટ શિપ છે.આ સિવાય ક્રૂઝર સામેલ છે.દ આજે બપોરે ઈરાની ટેલિવિઝન પર સરકારી ઇરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન પર ક્રુઝ મિસાઇલ છોડી છે. આ જાણકારી ઇરાનના સરકારી ટેલીવિઝને આપી હતી. જો કે અમેરિકા તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. ઇરાનના નૌકાદળે અગાઉ પણ અમેરિકન લશ્કરને ચેતવણી આપી હતી કે તેની અબ્રાહમ લિંકન પર ચાંપતી નજર છે. જો તે ઇરાનના ક્ષેત્રની નજીક આવે છે તો ઇરાન તેને લક્ષ્યાંક બનાવી શકે છે. ઇરાને આ ઉપરાંત ઇઝરાયેલના પરમાણુ મથકની નજીક હુમલો પણ કર્યો હતો. તેણે ઇઝરાયેલે કરેલી તેના પર આક્રમક કાર્યવાહીનો વળતો જવાબ આપતા આ હુમલો કર્યો હતો.તેની સાથે જો ઇરાનના પરમાણુ મથક પર કે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો થયો તો વળતા જવાબની ચેતવણી પણ આપી હતી.
ઇરાને આ ઉપરાંત ઇઝરાયેલના અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા હતા. ઇરાનના હુમલામાં ઇઝરાયેલના શહેરોમાં ખાસ્સુ નુકસાન થયું હતું. તેમા એક હુમલો તો તેના દક્ષિણી શહેર ડિમોના પર કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલનો લાંબા સમયથી પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ આ સ્થળે ચાલતો હોવાનું મનાય છે. આ દરમિયાન ઇરાન સમર્થિત હીઝબુલ્લાહ ગુ્રપે પણ ઇઝરાયેલ પર મોટાપાયા પર હુમલા કર્યા હતા.
ઇરાને આ ઉપરાંત સાઉદી અરેબિયા, કુવૈત સહિત અનેક સ્થળોએ હુમલા કરી તેમના પર દબાણ વધાર્યુ હતું. જો કે મોડેથી અમેરિકાએ ચોખવટ કરી હતી કે યુધ્ધ જાહાજ અબ્રાહમ લિંકનને કોઈ હુમલામાં નુકસાન થયું નથી.
