ગુજરાતના તમામ શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં મોખરે રાખવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ’નિર્મળ ગુજરાત 2.0’ અંતર્ગત ’100 દિવસીય સ્વચ્છ શહેર મહાઅભિયાન’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, માહે સપ્ટેમ્બર 2026થી તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં આ મહાઅભિયાન યુદ્ધના ધોરણે અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ મહાઅભિયાનનો મુખ્ય સંકલ્પ શહેરો, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરના ન્યુસન્સ પોઈન્ટ ગણાતા ’ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ’ (CTU)ને સંપૂર્ણપણે નાબૂદ કરી ’વિઝિબલ ક્લીનલીનેસ’ (પ્રત્યક્ષ સ્વચ્છતા) સુનિશ્ચિત કરવાનો છે. તમામ ગંદકીવાળા પોઈન્ટ્સનું જીઆઈએસ (GIS) અને જીઓ-ટેગિંગ મેપિંગ કરવામાં આવશે તથા સંવેદનશીલ સ્થળોએ જરૂૂર પડ્યે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સજ્જ સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસે કલાક બાજ નજર રાખવામાં આવશે.
રાજ્યભરના રહેણાંક વિસ્તારોમાંથી દિવસમાં એક વખત અને બજારો/વાણિજ્યિક વિસ્તારોમાંથી દિવસમાં બે વખત ફરજિયાત કચરો એકત્ર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કચરો એકત્ર કરતા વાહનોમાં GPS/VTMS સિસ્ટમ લગાવી મોનિટરિંગ કરાશે અને સ્વચ્છતાની જિંગલ ફરજિયાત વગાડવાની રહેશે. આ ઉપરાંત, આગામી 100 દિવસમાં ડમ્પ સાઇટ્સ પર એકત્રિત થયેલા તમામ વર્ષો જૂના કચરા (લેગેસી વેસ્ટ)નો વૈજ્ઞાનિક ઢબે 100% નિકાલ કરવાની તાકીદ કરાઈ છે.
ઘરે-ઘરેથી ઉત્પન્ન થતા કચરાના યોગ્ય વર્ગીકરણમાટે એનજીઓ, એનસીસી, એનએસએસ અને સ્વસહાય જૂથો (જઇંૠ)ના સ્વયંસેવકો ઘરે-ઘરે જઈ નાગરિકોને ચાર ડબ્બા પદ્ધતિ સમજાવશે વોલન્ટિયર્સ રોજના 65 થી 70 પરિવારોની મુલાકાત લઈ સ્વચ્છતા સંકલ્પ પત્ર ભરાવશે અને તેની દૈનિક એન્ટ્રી ’જજઊં પોર્ટલ’ પર કરશે.
જાહેર માર્ગો, ફૂટપાથ કે ગટરોમાં કચરો ફેંકનારા, કચરો સળગાવનારા કે વારંવાર ગંદકી કરતા બેજવાબદાર નાગરિકો અને સંસ્થાઓ સામે આકરા પગલાં લેવાશે. આ માટે દરેક નગરપાલિકા દીઠ હંગામી ધોરણે ’સ્વચ્છતા માર્શલ’ની નિમણૂક કરવામાં આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટર સમકક્ષ સત્તા ધરાવતા આ માર્શલ ફિલ્ડ પર જ નિયમભંગ કરનાર સામે સ્થળ પર વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરશે. પ્રાદેશિક કક્ષાએથી ’સ્વચ્છતા ફ્લાઈંગ સ્ક્વોડ’ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે.
નાગરિકો 14420 નંબર, વ્હોટ્સએપ, ઇ-નગર અથવા સ્વચ્છતા એપ મારફતે ગંદકીની ફરિયાદ કરી શકશે, જેનું મહત્તમ 24 કલાકમાં નિરાકરણ લાવવાનું રહેશે. શહેરના પ્રવેશદ્વારો, ફ્લાયઓવર અને પ્રવાસન સ્થળોએ વોલ પેઈન્ટિંગ, ગ્રીન બેલ્ટ અને વર્ટિકલ ગાર્ડન જેવી બ્યુટીફિકેશનની કામગીરી કરાશે. રાજ્ય કક્ષાએથી આ સમગ્ર કામગીરીની દૈનિક અને સાપ્તાહિક સમીક્ષા થશે, જેમાં નબળી કામગીરી દર્શાવનાર કે ખોટી માહિતી રજૂ કરનાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
