ફ્રી ફાયર ગેમ રમવાની પિતાએ ના પાડતા 10 વર્ષના પુત્રનો આપઘાત

ચોટીલા તાલુકાના ભેટસુડા ગામની ચોંકાવનારી ઘટના હાલના સમયમાં બાળકોને મોબાઈલનું ભારે વળગણ વધ્યું છે.તેમાં પણ મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ પાછળ બાળકો ઘેલા બન્યા છે.બાળકોમાં મોબાઈલનું…

ચોટીલા તાલુકાના ભેટસુડા ગામની ચોંકાવનારી ઘટના

હાલના સમયમાં બાળકોને મોબાઈલનું ભારે વળગણ વધ્યું છે.તેમાં પણ મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ પાછળ બાળકો ઘેલા બન્યા છે.બાળકોમાં મોબાઈલનું વળગણ શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને નુકસાન પહોંચાડે છે.ત્યારે આવી ગેમ રમવાની ના પાડતા 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહીતી મુજબ ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે રહેતા 33 વીય જયસુખ દેવાભાઈ કુકડીયા ખેતી કરે છે. તેમનો 10 વર્ષનો પુત્ર હીરેન અભ્યાસ કરે છે.

હીરેન છેલ્લા થોડા સમયથી મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતો હોવાથી પિતાએ તેને મોબાઈલમાં ગેમ ન રમવા બાબતે ઠપકો આપ્યો હતો. જેમાં લાગી આવતા હીરેને તા. 19 જુલાઈના રોજ બપોરના સમયે પોતાના ઘરે છતના હુક સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ ગંભીર બનાવની જાણ નાની મોલડી પોલીસને થતા પીએસઆઈ એન.એસ.જોષી સહિતનાઓ દોડી ગયા હતા અને લાશને પીએમ માટે મોકલી અમોત નોંધી વધુ તપાસ હાથ પરી છે. આ બનાવ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *