આવતીકાલથી 10 દિવસ કરૂણા અભિયાન, રાજયભરમાં 8500 સ્વયંસેવકો આપશે સેવા

450 કલેકશન સેન્ટર અને 740થી વધુ વેટરનરી ડોકટરો રહેશે તૈનાત રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂૂણા અભિયાન હાથ…

450 કલેકશન સેન્ટર અને 740થી વધુ વેટરનરી ડોકટરો રહેશે તૈનાત

રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂૂણા અભિયાન હાથ ધરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા અર્જુનભાઇ મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરાયેલી આ કરૂૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા 09 વર્ષમાં કરૂૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં કરૂૂણા અભિયાન 2026 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂૂમ તથા 480 વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8,500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે.

આગામી તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર 83200 02000 જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં ઇંશ લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂૂમ કાર્યરત રહેશે. જરૂૂર જણાશે તો કરૂૂણા એમ્બુલન્સ સ્થળ પર જઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *