વાયબ્રન્ટ સમિટને કાર્યક્રમ સ્થળ આસપાસ ભારે વાહનોને પ્રવેશબંધી

જામનગર રોડ, માધાપર ચોકડી, બેડી ચોકડી અને મોરબી રોડ ઉપરથી પસાર થતાં વાહનો માટે રસ્તા ડાઇવર્ટ કરાયા રાજકોટની મારવાડી યુનિવર્સીટી ખાતે આગામી તા.11/01/2026 થી તા.13/01/2026…

જામનગર રોડ, માધાપર ચોકડી, બેડી ચોકડી અને મોરબી રોડ ઉપરથી પસાર થતાં વાહનો માટે રસ્તા ડાઇવર્ટ કરાયા

રાજકોટની મારવાડી યુનિવર્સીટી ખાતે આગામી તા.11/01/2026 થી તા.13/01/2026 સુધી યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશના ટોચના ઉદ્યોગપતી, વી.વી.આઇ.પી./વી.આઈ.પી. મહેમાનો આવનાર હોય ત્યારે તા 11થી 15 જાન્યુઆરી સુધી કાર્યક્રમ સ્થળ મારવાડી યુનિવર્સીટી આસપાસના રસ્તાઓ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી સાથે કેટલાક રસ્તા ડાયવર્ઝન કરાયા છે.

મારવાડી યુનિવર્સિટી ખાતે રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026નું આયોજન કરવામાં આવનાર છે, જે સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશ-વિદેશના અનેક નામાંકીત ઉદ્યોગપતી, વી.વી.આઇ.પી./વી.આઈ.પી. મહેમાનો અને પ્રતિનિધિઓ પધારનાર તા.11/01/2026ના રોજ રાજકોટ શહેરની મુલાકાતે પધારનાર હોય. તેમજ હોય. તેમજ તા.13,14,15/01/2026 દિન-03 માટે જાહેર જનતા માટે મારવાડી યુનિવર્સિટી ખાતેનું રિજનલ વાયબ્રન્ટ ગુજરાત-2026 એકિઝબીશન ખુલ્લુ મુકવામાં આવનાર હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરનાર હોય પી.એમ મુલાકાત દરમિયાન અને વાયબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂૂ રૂૂપે જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા મારવાડી યુનિવર્સીટી આસપાસના રસ્તાઓ પાંચ દિવસ સુધી તમામ પ્રકારના ભારે-વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી ભારે વાહનો માટે વૈકલ્પીક રૂૂટ જાહેર કરતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાની અમલવારી તા.11/01/26 સવારના 8 થી તા.15/01/26 રાત્રીના 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. જેમાં જામનગર રોડ થી માધાપર ચોકડી થી બેડી ચોકડી થી મોરબી હાઈ-વે મારવાડી યુનિવર્સિટી સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે ઘંટેશ્વર ટી-પોઇન્ટ થી પ્રવેશબંધી રહેશે. તેમજ મોરબી હાઈ-વે રાજકોટ શહેરની હદ થી મારવાડી યુનિવર્સિટી થી બેડી ચોકડી સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રવેશબંધી તેમજ ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો માટે ગ્રીનલેન્ડ ચોકડી થી પ્રવેશબંધી ઉપરાંત માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ હાઈ-વે થી બેડી ચોકડી તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો માટે માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ હાઈ-વે થી પ્રવેશબંધી રહેશે.

ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ
જામનગર રોડ થી માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો માટે ઘંટેશ્વર ટી-પોઇન્ટ થી નવો રીંગરોડ થી કોસ્મો ચોકડી થી પાટીદાર ચોક થી 80-ફુટ રોડ થી પુનિતનગર પાણીના ટાકા થી ગોંડલ ચોકડી થી અમદાવાદ હાઇ-વે તરફ જઇ શકશે. જયારે મોરબી હાઈ-વે રાજકોટ શહેરની હદથી મારવાડી યુનિવર્સિટી થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો મોરબી હાઇ-વે પર મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાકનેર) થી સીંધાવદર ગામ થી કુવાડવા ગામ થી અમદાવાદ હાઈ-વે તથા રાજકોટ શહેર તરફ જઇ શકશે. ગ્રીનલેન્ડ ચોકડી થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો અમદાવાદ હાઈ-વે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી થી સીધાવદર ગામ થી અમરસર ફાટક (વાંકાનેર) થી મીતાણા ચોકડીથી મોરબી તરફ જઇ શકશે. તેમજ માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ હાઈ-વે થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનોન સાત હનુમાન ઓવર બ્રિજ થી જુના કુવાડવા પોલીસ સ્ટેશન થી ગ્રીનલેન્ડ ઓવર બ્રિજ થી ગોંડલ ચોકડી થી પુનીતનગર પાણીના ટાંકા થી 80-ફુટ રોડ થી પાટીદાર ચોક થી નવા રીંગરોડ થી ઘંટેશ્વર ટી-પોઇન્ટ થી જામનગર તરફ જઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *