રાત્રીના 10 વાગ્યા બાદ વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને દોડતા કર્યા
ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશની અસરના કારણે છેલ્લા 3 દિવસથી આકાશમાં કાળા વાદળોના ગંજ ખડકાયા છે. જેમાં રાજકોટ શહેરમાં પણ ગઇકાલે આખો દિવસ ધાબળ્યુ વાતાવરણ રહ્યા બાદ રાત્રીના સમયે ધીમી ધારે વરસાદ વરસાવાનુ શરૂ થયો હતો. જે રાત્રીના 10 વાગ્યા બાદ ઉગ્રસ્વરૂપ પકડતા ફરત બે કલાકમાં 0॥। જેટલો વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તારોમાં રાબેતા મુજબની પાણી ભરાવવા તેમજ ડ્રેનજ ઉભરાવવા સહિતની ફરિયાદો ઉઠવા પામી હતી. જયારે મનપાએ શરૂ કરેલ પેચવર્ક અને ડામર કામ ફરી વખત બંધ કરવામા આવ્યુ છે.
રાજકોટમાં ગઇકાલે આખો દિવસ સૂર્યનારાયણે દર્શન ન દેતા ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતું.
અંધારુ થતા જ ધીમેધારે વરસાદ શરૂ થયુ હતો. જે રાત્રીના 10 વાગ્યા બાદ ત્રિવ થતા ફકત બે કલાકમાં 0॥। જેટલુ પાણી વરસી ગયાનું ક્ધટ્રોલ વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે. ગઇકાલે 10 વાગ્યા બાદ શરૂ થયેલ વરસાદ બાદ આજે બપોર સુધી ઝાપટા સ્વરૂપે સતત ચાલુ રહ્યો હતો અને હવામાન વિભાગની આગાહી મુજબ હજૂ પણ વધુ વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 12મીમી તથા વેસ્ટ ઝોન વિસ્તારમાં 19 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 10 મીમી વરસાદ વરસી ગયો છે.
સતત વરસાદી ઝાપટા ચાલુ રહેતા મહાનગરપાલિકા દ્વારા તુટેલા રોડ રસ્તાઓ રીપેર કરવા માટે શરૂ કરવામાં આવેલ પેચવર્ક કામ અને ડામર કામ બંધ કરવાની ફરજ પડી હતી. જેની સામે એક બે દિવસમાં થયેલા પેચવર્ક અને રોડના કામો અનેક સ્થળે ધોવાઇ ગયાની ફરિયાદો ઉઠતા મનપાનો ડામર કામનો ખર્ચ ફરી વખત વરસાદી પાણીમાં ધોવાઇ ગયો હતો.
મનપા દ્વારા 1લી ઓકટોબરથી શહેરના તમામ તૂટેલા રોડ રસ્તા પર પેચવર્ક અને નવા પેવર રોડ બનાવવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. દિવાળીના તહેવારો દરમિયાન પાંચ દિવસ કામ બંધ રહેલ અને લાભપાંચમથી વરસાદ શરૂ થતાં છેલ્લા બે માસથી ખાડાઓનો માર સહન કરનાર શહેરીજનોની નવા રોડ રસ્તાની તમન્ના મનમાં જ રહી જવા પામી છે. તંત્રના જણાવ્યા મુજબ હજૂ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી હોવાથી વરાપ નીકળ્યા બાદ નવા રોડ રસ્તા તેમજ પેચવર્કનું કામ શરૂ કરવામાં આવશે.
