સોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારી

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તારીખ 21 માર્ચ 2026 બપોર 1 ના સમયે પ્લેટફોર્મ નંબર 3…

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તારીખ 21 માર્ચ 2026 બપોર 1 ના સમયે પ્લેટફોર્મ નંબર 3 પર લગાડવામાં આવેલી સોમનાથ ગાંધીનગર બસ માં જોયું તો કાચની સ્થિતિ દયાજનક હતી અને ફ્રન્ટલ સ્ક્રીનના ગ્લાસમાં કે જે ડ્રાઇવર નો આગળનો કાચ છે તેમાં ગણી ન શકાય એટલી તિરાડો હતી અને એ તિરાડો ડ્રાઇવરના આંખ સુધી પહોંચતી હતી. અકસ્માત ની સંભાવના અને મુસાફરો પર મોતની લટકતી તલવાર ગણી શકાય છે.

વેરાવળ ડેપોની બસ નંબર J-18-Z 8601 આ બસ બપોરના 12:30 કલાકે રાજકોટ થી ઉપડે છે પરંતુ લેટ હોવાને બપોરના એક કલાકે આવી જે પગલે મુસાફરો ને સમય ન બગડે તે માટે કંડકટરની ફરિયાદ બુકમાં જ્યારે નોંધ ન કરી પરંતુ રાજકોટ બસપોર્ટના પ્લેટફોર્મ નંબર બે ની સામે આવેલા કંટ્રોલ રૂૂમમાં વાળા દ્વારા ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક આપવામા ઠાગાઠૈયા કરવામાં આવ્યા છે.

હાલ રાજકોટમાં મુસાફરો ને ફરિયાદ કરવાના અધિકાર થી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ અંગે ઉચ્ચસ્તરીય રજૂઆતો પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફરિયાદ બુક ન આપવા અંગે વિવાદો થયા છે. ફરિયાદ બુક આપવામાં કોને શું તકલીફ છે એ ખબર પડતી નથી. આ અંગે વિભાગીય નિયામક કડક પગલાં ભરે. આ અંગે વેરાવળ ડેપો મેનેજર અને જૂનાગઢના વિભાગે નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગીર સોમનાથના મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ રવિભાઈ ગોહેલ ને પણ તૂટેલા કાચ અંગેના ફોટા સાથે જાણ કરવામાં આવી છે કે આ બસનો કાચ તાત્કાલિક હટાવવામાં આવે અને નવો કાચ ફીટ કરવા અંગે વેરાવળ ડેપો મેનેજરને જાણ કરશો અથવા રૂૂબરૂૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *