હાદસો કા શહેર ગણાતાં ગોંડલ માં ક્યારે શું ઘટનાં બને એ કહેવું મુશ્કેલ છે.અહીની સિવિલ હોસ્પિટલ પણ હાદસા થી બાકાત નથી.અહીની સિવિલ હોસ્પિટલ માં સવારે કોઈ કારણોસર વિફરેલા યુવાને દંગલ મચાવ્યું હતુ.નર્શીંગ સ્ટાફ પાછળ કાતર લઇ દોટ મુકતા દર્દીઓ તથા સ્ટાફ માં નાશભાગ મચી ગઇ હતી.તોફાને ચડેલા યુવાને આટલેથી નહી અટકી હોસ્પિટલ નાં કંપાઉંડ માં જઇ પોતાની જાતે માથા પર ઇંટ નાં ઘા મારતા લોહીલુહાણ થયો હતો.
દરમિયાન હોસ્પિટલ સ્ટાફ તથા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ તથા યુવાનોએ તેને પકડી ટીંગાટોળી કરી ઈમરજન્સી વિભાગ માં સારવાર અપાવી રવાના કર્યો હતો.આ વેળા પોલીસ ચોકીમાં હાજર એક પોલીસમેન તથા લેડી કોન્સ્ટેબલ મુક બની તમાશો નિહાળતા હતા.
દરમ્યાન રવાના કરાયેલ યુવાન ફરી આવી ચડતા મુક બનેલી પોલીસ આખરે હરકતમાં આવી યુવાનને હોસ્પિટલ બહાર તગેડી મુક્યો હતો.યુવાન નું દંગલ અંદાજે બે થી અઢી કલાક ચાલ્યુ હતુ.ફરજ પરનાં તબીબે પોલીસ ને ફોન કરી જાણ પર કરી હતી.ઉપરાંત યુવાને ખેલ કર્યો ત્યારે હોસ્પિટલ ની પોલીસ ચોકી માં પોલીસ પણ હાજર હતી.છતા ખેલ પડી ગયો.
અહી અસામાજિક તત્વો અવારનવાર મહીલા સ્ટાફ તથા દર્દીઓ ને રંજાડતા હોવાની ઘટનાઓ બનતી રહેછે. જે સીસીટીવી કેમેરા માં કેદ થતી રહેછે.ત્યારે અહીની પોલીસ ચોકી શોભાનાં ગાંઠીયા સાબીત થઈ રહી છે.
