ગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિ

દૂધનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરનાર બે શખ્સોની ધરપકડ ગોંડલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા યુવાનનું પૈસાની લેતી દેતીમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી…

દૂધનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરનાર બે શખ્સોની ધરપકડ

ગોંડલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા યુવાનનું પૈસાની લેતી દેતીમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી બુલેટમાં આવેલા બે શખ્સોએ અપહસણ કર્યા બાદ પોલીસને જન કરતા ગોંડલ એ-ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ગુંદાસરા નજીકથી યુવાનને મુક્ત કરાવી અપહરણકર્તઓને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલનાં જેતપુર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા શુભમભાઈ દિનેશભાઈ તેરૈયાને અમરેલીનાં માસીયાળા રહેતા અંકીત ધીરુભાઈ જાવીયા તથા મહેન્દ્ર ઉર્ફ ધનાભાઈ ભયલુભાઈ આલાણી કાઠી દરબારે ગુંદાળા દરવાજા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક બોલાવી માર મારી જબરદસ્તીથી બુલેટ પર બેસાડી અપહરણ કરી જતા શુભમનાં કાકાએ પોલીસને જાણ કરતા એ-ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણકર્તાઓનું પગેરુ દબાવી ગણતરીની કલાકોમાં ગુંદાસરા ગામ નજીકથી અપહરણકર્તાઓને ઝડપી લઈ શુભમને મુકત કરાવ્યો હતો.

અપહરણ કરનાર શખ્સોની પુછપરછમાં જણાવાયું કે એક વર્ષ પહેલા શુભમે અમરેલીના સંદીપભાઈ ગેડીયા પાસેથી રૂૂ.5.10 લાખ ઉછીના લીધા હતા.જે પૈકી અઢી લાખ અંકીતનાં હતા. વારંવારની ઉઘરાણી છતા પૈસા આપવામાં શુભમ મુદત આપી ગલ્લાતલ્લા કરતો હોય સોમવારે પૈસા આપવાનો વાયદો કર્યો છતા પૈસા નહી આપતા અંકીત જાવીયા અને મહેન્દ્ર ઉર્ફ ધનાભાઈ ગતરાતે બુલેટ લઇ ગોંડલ આવી ગુંદાળા પેટ્રોલ પંપ નજીક ઉભા રહી શુભમને મોબાઈલ કરી બોલાવ્યો હતો.શુભમ આવતા પૈસાની ઉઘરાણી કરતા શુભમે ફરી વાયદા આપતા બન્નેએ શુભમને માર મારી બળજબરીથી બુલેટ પર બેસાડી અપહરણ કર્યુ હતુ.આ અંગે પોલીસે ફરિયાદ નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *