ભુજ-રાજકોટ એસટી વોલ્વો બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું મોત, મૃત્યુ આંક ત્રણ થયો

  આદિપુરના મુંદ્રા સર્કલ પહેલા આવતા જનતા પેટ્રોલ પંપના કટ પાસે ભુજ રાજકોટ એસટી વોલ્વો બસની આડેધડ સ્પીડ બાદ તેના અડફેટે આવેલી એક એક્ટીવા અને…

 

આદિપુરના મુંદ્રા સર્કલ પહેલા આવતા જનતા પેટ્રોલ પંપના કટ પાસે ભુજ રાજકોટ એસટી વોલ્વો બસની આડેધડ સ્પીડ બાદ તેના અડફેટે આવેલી એક એક્ટીવા અને એક બાઈકમાં ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ ત્રણનું મોત નિપજી ચુક્યું છે.

ગત 16/4ના આદિપુર થી ગાંધીધામ તરફ ટાગોર રોડના માધ્યમથી આવી રહેલી એસટી વોલ્વો ભુજ રાજકોટ બસ ખુબ ગતીમાં હતી, જેણે આદિપુરના જનતા પેટ્રોલ પંપ પાસે પણ તેજ ગતીમાં વાહન ચલાવ્યું અને પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાવીને કટથી રોડ ક્રોસ કર રહેલી સતુપ્પલી રીતુ અને અંકીતા જીલરીયાને અડફેટે લીધા હતા. જેણે એક બાદ એક સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તો બસએ આ અકસ્માત બાદ ચાલકે બસ પરથી કાબુ ગુમાવીને રોડ કુદાવી રોંગ સાઈડમાં ચાલ્યા જતા ત્યાં સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લીધી હતી. જેમાં સવાર કિડાણાનો રહેવાસી 19 વર્ષીય સમીર રહીમભાઈ ત્રાયાને પણ મગજના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને વધુ સારવાર માટે આદિપુરથી રાજકોટ લઈ ગયા બાદ, ત્યાર ગતરોજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આમ આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનું મોત નિપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *