મુળ ધ્રાંગધ્રાનો યુવાન રાજકોટમાં રહી મજૂરી કરતો’તો
શહેરની ભાગોળે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. મૃતક ગોંડલ ચોકડી નજીક રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં રહેતો હોવાનુ અને આપઘાત કરી લીધાની શંકાના આધારે પોલીેસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે અજાણયો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા 108ના સ્ટાફે મરણ જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ વી.એ.ગરચર સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસિેપટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તેની ઓળખ મળતા તે મુળ ધ્રાંગધ્રાનો વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલી રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં એકલો રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બેભાઇ એક બહેનમાં નાનો અને મજૂરી કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રો હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકે ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કરી લીધાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
