કોઠારિયા સોલ્વન્ટ ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

યુવાનના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા,પરિવારમાં શોક કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક અજાણ્યા યુવાનનું ટ્રેનની ઠોકરે આવી ચડતા ઘટનાસ્થળે જ…

યુવાનના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા,પરિવારમાં શોક

કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક અજાણ્યા યુવાનનું ટ્રેનની ઠોકરે આવી ચડતા ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શરૂૂઆતમાં અજાણ્યા દેખાતા આ મૃતક યુવકની પોલીસ અને સ્થાનિકો દ્વારા ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાદમાં મૃતકની ઓળખ સ્પષ્ટ થઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં શિવ હોટેલ નજીક આવેલી ગૌશાળા પાસે રહેતા અર્જુન અબુભાઈ રાઠવા (ઉંમર 25 વર્ષ) તરીકે થઈ હતી. મૃતક અર્જુન મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને છેલ્લા ત્રણ મહિનાથી અહીંના એક કારખાનામાં નોકરી કરીને પોતાનું જીવનનિર્વાહ ચલાવતો હતો.

મૃતક અર્જુનના હજુ ગત એપ્રિલ મહિનામાં જ લગ્ન થયા હતા. બનાવની રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો, જે બાદ ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. લગ્નના થોડા જ મહિનાઓમાં નવપરિણિત યુવકનું અકાળે અવસાન થતાં તેના પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *