નાડોદાનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરના કોઠારીયા રોડ પર આવેલા નાડોદાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…

શહેરના કોઠારીયા રોડ પર આવેલા નાડોદાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ નાડોદાનગર શેરી નં.7માં રહેતા સંજય ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.24)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે છતાના હૂકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સંજય ત્રણભાઇમાં નાનો અને ડ્રાઇવીંગ કામ કરતો હતો. તેને આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *