તા.2થી 9 સુધી યોજાનાર સામાન્ય સભા માટે નયનાબેન પેઢડિયાને આમંત્રણ મળેલ
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત 53મી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા જતા રાજકોટ મહાનગરપાલિકાના માન. મેયર નયનાબેન પેઢડીયા. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ એ સમગ્ર ભારતના વિવિધ મહાનગર, નગર નિગમના મેયર્સનું શહેરોના માળખાકિય અને સંતુલિત વિકાસ માટે નીતિ તથા વિચાર, સલાહ અને માર્ગ દર્શનને આદાન-પ્રદાન કરવા માટેનું એક રાષ્ટ્રીય સંગઠન છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 53મી વાર્ષિક સાધારણ સભાનું ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં કરનાલ (હરિયાણા) ખાતે તા.02/09/2025થી તા.03/09/2025 દરમ્યાન કરવામાં આવેલ છે. આ વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા માટે મેયરને આમંત્રણ મળેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સનું સભ્યપદ ધરાવે છે.
53મી વાર્ષિક સાધારણ સભાની મુજબ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સના સભ્યોનો પરિચય કરાવવામાં આવશે. અગાઉ યોજાયેલ 52મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની ચર્ચા કરવામાં આવશે. રાજ્યોમાં શહેરી સંસ્થાઓની સ્થિતિ વિષે જાણકારી મેળવવામાં આવશે. મેયર કાઉન્સિલની બાકી સભ્યપદ ફી પર વિચારણા કરવામાં આવશે. ઓડિટ કરાયેલ આવક અને ખર્ચની મંજૂરી વિષે ચર્ચા કરવામાં આવશે. મેયર કાઉન્સિલની કારોબારી સમિતિની રચના કરવામાં આવશે. અધ્યક્ષની ઉપસ્થિતિમાં એમની મંજુરીથી અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ 53મી વાર્ષિક સાધારણ સભાનો શુભારંભ સમારોહ તા.02/09/2025, મંગળવારના રોજ સવારે 10:00 કલાકે યોજાશે. આ 53મી વાર્ષિક સાધારણ સભામાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના માન. મેયર નયનાબેન પેઢડીયા ભાગ લેવા માટે કરનાલ (હરિયાણા) ખાતે જવા આજ તા.01/09/2025ના રોજ બપોર બાદ જનાર છે.
