કણકોટ રોડ ઉપર યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને કણકોટ રોડ ઉપર આવેલી શનિવારી બજારના ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા…

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને કણકોટ રોડ ઉપર આવેલી શનિવારી બજારના ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતા વિકી જગજીવનભાઈ જીવાણી નામનો 32 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કણકોટ રોડ ઉપર આવેલી શનિવારી બજારના ગ્રાઉન્ડમાં હતો ત્યારે કોઈ અગમ્ય કરણસર ઝેરી દવા પી લીધી હતી.

યુવાનને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં પોપટપરા મેઈન રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા વિજય નકુભાઈ જોબલીયા નામના 38 વર્ષના યુવાને બીમારીથી કંટાળી બે દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં વિજયભાઈ બે ભાઈમાં નાના હતા અને તેને સંતાનમાં એક પુત્રી છે. વિજયભાઈ અને તેની પત્ની બીમારીમાં સપડાયા બાદ વિજયભાઈએ બીમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *