જાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે…

જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે નાજીમ ઉર્ફે નાઝલો ગામેતી અને સૌક્ત નામના બે શખ્સ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અંધ આશ્રમ આવાસ નજીકના વિસ્તારમાં જાહેરમાં જાજરુ કરી રહ્યો હતો, જે દરમિયાન બંને શખ્સોએ આવીને કે અહીં શું કામ જાજરૂૂ કરે છે, તેમ કહી ધમકાવ્યો હતો, અને કેવી જ્ઞાતિનો છે, તવું પૂછતાં પોતે દલિત જ્ઞાતિનો હોવાનું જણાવ્યું હતું. જેથી બંને શખ્સોએ ઉસકેરાઈ જઇ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ ની કલમ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *