મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત
ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના સરપદળમાં રહેતો અને ગૌશાળામાં મગફળીની ફોતરી નાખવાનું કામ કરતો ભરત જગદીશભાઈ સોલંકી નામનો 39 વર્ષનો યુવાન પડધરીના નેકનામ ગામે હતો ત્યારે મગફળીની ફોતરી નાખવાનું કામ કરતા સુરેશ અને વિનુ નામના શખ્સોએ તું અહીં કેમ ફોતરી નાખે છે?
તેમ કહી ભરત સોલંકી ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીના ભીમસર ગામે રહેતા ધીરુભાઈ વસ્તાભાઈ પંચાસરા નામના 70 વર્ષના વૃદ્ધને આઠ દિવસ પૂર્વે બીમારી સબબ મોરબી બાદ રાજકોટ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.