શહેરમાં સોરઠીયા વાડી પાસે આવેલા પટેલનગરમાં રહેતા શ્રમિક યુવાને મૃતક દાદાની ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરનાર શખ્સને સમજાવતા થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પટેલનગરમાં રહેતા પ્રિન્સ અનિલભાઇ બીન નામનો 19 વર્ષનો શ્રમિક યુવાનપટેલનગરમાં આવેલા કારખાના પાસે મધરાત્રે ઉભો હતો. ત્યારે બિપીન કુમાર ગોડ અને બ્રિજેશ ગોડ નામના શખ્સે ઝઘડો કરી પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામા ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પ્રિન્સી બીનના દાદાનુ ચાર માસ પુર્વે અવસાન થયુ હતુ. જેથી પ્રિન્સ બીને ફેસબુકમાં મૃતક દાદાની પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટ પર હુમલાખોર શખ્સે ખરાબ કોમેન્ટ કરી જે મુદ્દે આપેલા ઠપકાનો ખારી રાખી હુમલો કર્યો હોવાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
