ગોંડલના ચરખડીમાં મજુરીના રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો; લૂંટ ચલાવ્યાનો આરોપ

ગોંડલના ચરખડી ગામે યુવાને મજુરીના રૂપિયા માંગતા ત્રણ શખ્સોએ પાઈપ વડે માર મારી મોબાઈલની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…

ગોંડલના ચરખડી ગામે યુવાને મજુરીના રૂપિયા માંગતા ત્રણ શખ્સોએ પાઈપ વડે માર મારી મોબાઈલની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુતિયાણાના બાવળાવદર ગામે રહેતાં અતુલ રાજાભાઈ સોંદરવા નામના 36 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગોંડલ ચરખડી ગામે પાસે હતો ત્યારે જય પ્રકાશ, રાજુ અને ઉમેશ નામના શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં અતુલ સોંદરવાને રૂા.2 હજાર મજુરીના લેવાના હતાં જે રૂપિયાની ઉઘરાણી કરતાં હુમલાખોર શખ્સોએ માર મારી મોબાઈલની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં આવેલા ચોકસીનગરમાં રહેતાં બિપીનભાઈ વિનુભાઈ માલવીયા (ઉ.45) ગોંડલ રેલવે સ્ટેશન રોડ પર હતાં ત્યારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોેએ માર માર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી અને તાલુકા પોલીસને જાણ કરતા બન્ને પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા બન્ને વ્યક્તિના નિવેદન નોંધ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *