કુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે…

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા યુવતીએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ હતા કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તબીબને ઝેરી જંતુની અસર હોવાની શંકા સેવાઈ રહી છે આ અંગે મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી આશાબેન દાનાભાઈ વાળા ઉંમર 26 વર્ષીય યુવતી ગત રાત્રે 4 વાગે તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા યુવતીને તબીબે મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થયા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે તબીબને ઝેરી જંતુ અસરની શંકા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મોતનું કારણ જાણવા પીએમ રિપોટની રાહ જોવાઈ રહી છે બે ભાઈની એકની એક અપરણિત બેનના મોતથી પરીવાર હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વૈભવભાઈ મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *