સિટી-BRTS બસ અને બાંધકામ સાઇટ પર ORS વિતરણ શરૂ કરાયુ

સતત આકરા હીટવેવ વચ્ચે RMC“ની આરોગ્ય શાખાને કરાઇ વધુ સતર્ક: જે-તે આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા મોટા બાંધકામના સ્થળે રૂબરૂ જઇને ઓ.આર.એસ.ના પાઉચનું કરાયું વિતરણ રાજકોટમાં…

સતત આકરા હીટવેવ વચ્ચે RMC“ની આરોગ્ય શાખાને કરાઇ વધુ સતર્ક: જે-તે આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા મોટા બાંધકામના સ્થળે રૂબરૂ જઇને ઓ.આર.એસ.ના પાઉચનું કરાયું વિતરણ

રાજકોટમાં સતત આકરા હીટવેવ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. આમ તો મોટાભાગના વિસ્તારોમાં બપોરે 1થી 4 દરમિયાન માર્ગો પર અવરજવર ઓછી થઇ જાય છે આમછતા નછૂટકે કામકાજ માટે બહાર નીકળવુ પડે તેવા સંજોગોમાં લોકો મોટાભાગે સિટી બસ અને બીઆરટીએસ બસનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને મનપાએ તમામ સિટી બસ અને બીઆરટીએસ બસમાં ઓ.આર.એસ.ના પાઉચનું વિતરણ શરૂૂ કર્યુ છે. ડ્રાઇવર અને સ્ટાફને કડક સુચના આપવામા આવી છે કે, બાળકો, અશક્ત વૃધ્ધો, સગર્ભાઓને સામેથી જ બીઆરટીએસના પાઉચ આપવા.

રાજકોટમાં ફરી એકવખત તા.14મી સુધી આકરા હીટવેવ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. શહેર રિતસર અગનભઠ્ઠાની જેમ તપી રહ્યુ છે. ડી-હાઇડ્રેશનના કેસ પણ વધતા જાય છે. ખાસ કરીને બપોરે 1 થી 5 સુધીમાં તો ચક્કર આવીને ગડથોલિયા ખાઇ જવાય તેવી અંગ દઝાડતી લૂમાં આમ તો આ સમયગાળા દરમિયાન શહેરના માર્ગો પર લોકોની ચહલપહલ ઓછી જોવા મળે છે. બપોરે લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળવા લાગ્યા છે. આમછતા નછૂટકે જવુ જ પડે તેવા સંજોગોમાં લોકો ઓટો રિક્ષા અથવા તો સિટી બસ કે બીઆરટીએસ બસનો વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે ત્યારે શહેરીજનોને લૂથી બચવા માટે મનપા દ્વારા તમામ સિટી બસ અને બીઆરટીએસ બસમાં ઓઆરએસના પાઉચનું વિતરણ છેલ્લા પાંચ દિવસથી શરૂૂ કરવામા આવ્યુ છે.

આ ઉપરાંત ક્ધસ્ટ્રક્શન સાઇટ પર અસહ્ય તાપ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડતી હોય તેવા મજૂરો માટે પણ મનપાએ ઓઆરએસના પાંઉચ વિતરણ શરૂૂ કર્યુ છે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને આ કામગીરી સોંપવામા આવી છે. જે તે વોર્ડના આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઇટ પર રૂૂબરૂૂ જઇને મજૂર અને તેમના પરિવારને ઓઆરએસના પાંઉચ આપવામા આવી રહ્યા હોવાનું આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યુ હતુ.

બાંધકામ સાઇટ પર મજૂર અને તેમના પરિવારજનોને ઓઆરએસના પાંઉચ આપવા ઉપરાંત ક્ધસ્ટ્રકશન સાઇટ પર રખાતા પાણીના જગમાં પણ ઓઆરએસ પાંઉડરનું મિશ્રણ કરી આપવામા આવે છે. પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને સાઇટ પર આવતા કહેવાતા મિનરલ વોટરના જગમાંથી પાણીના સેમ્પલ પણ લેવાની કામગીરી કરવામા આવી છે.

ઝાડા-ઉલ્ટી-તાવના કેસ, પાણી જન્ય રોગચાળો પણ વકર્યો
છેલ્લા એક સપ્તાહમાં સરકારી ચોપડે જ ખાદ્ય અને પાણીજન્ય 1794 કેસ
મનપાની આરોગ્ય શાખાના અઠવાડિક રિપોર્ટ પરથી રોગચાળાની ચિંતાજનક હાલત સામે આવી છે. મનપાની ફૂડ શાખા દ્વારા રસના ચીચોડા, બરફના કારખાના કે અન્ય કોઇ ઠંડાપીણાના વેપારીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં જોઇએ એવી ચોકિંગ ધોંસ બોલાવવાની તસ્દી લીધી નથી. જેના પાપે વાસી ખોરાક અને બીનઆરોગ્યપ્રદ ઠંડાપીણાથી ઝાડા-ઉલ્ટીના 1142 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલ્ટી, તાવ, કમળો, ટાઇફોઇડ સહિતના રોગચાળાના કુલ 1794 કેસ સામે આવ્યા છે. જો કે આ આંકડો માત્ર સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા હોય તે છે. ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીનો સર્વે કરવામા આવે તો રોગચાળાની સ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *