મૂળ મધ્યપ્રદેશનો અને હાલ રૈયાગામમાં રહી ઘૂઘરાનો વેપાર કરતો સોનુ હુકમસિંઘ કુસવાહ(પટેલ) (ઉ.વ.27)એ ઘૂઘરાના પૈસા બાકી રાખી જતા રહેલા શોહિલ સંધિ પાસેથી પૈસા માંગતા તે આરોપી ઉશ્કેરાયો હતો અને તેમણે ફરિયાદીનો મોબાઈલ તોડી રેંકડી ઊંઘી વારી દેવાની ધમકી આપતા અંતે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોનુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રૈયાગામ બસ સ્ટેન્ડ સામે ઘુઘરા વેચવાનુ કામકાજ કરુ છુ. બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે મને મારા નાનાભાઇ બંટીભાઇ કુસવાહાનો ફોન આવેલ અને વાત કરેલ કે ઘુઘરા ખાલી થઇ ગયા છે અને આપણા ઘર પાસે રહેતા શોહીલભાઈ સંધી ઘુઘરાના પૈસા બાકી રાખી જતાં રહેલ છે.
જેથી હું મારા ઘરેથી ઘુઘરા લઇ જતો હતો ત્યારે મારા ઘર પાસે આગળ ચોકમાં આ શો હીલ સંધી ઉભો હતો જેથી હું તેની પાસે ગયેલ અને મેં તેને કહેલ કે ભાઇ તમે અગાઉ પણ ઘુઘરાના પૈસા આપેલ નથી અને આજે પણ પૈસા બાકી રાખેલ છે અગાઉના પૈસા આપી દીયો તેમ કહેલ તો આ શોહીલ સંધી એક્દમથી ઉશ્કેરાઇ જઇ મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને મોઢાના ભાગે ફડાકા માર્યા હતા અને મારા હાથમાં ફોન હતો તે પડી જ તાં મારા મોબાઇલમાં પગ મૂકી તોડી નાખ્યો હતો અને મને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને કહેવા લાગેલ કે તારે મારી પાસે પૈસા માંગવા નહીં તારી રેકડી ઉંધી વારી દઈશ અને આ બાબતે જો પોલીસ ફરીયાદ કરી છે તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.
