ફેમસ યુટ્યુબર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા નિતીનભાઈ ઉર્ફે ખજૂર જાનીના સાગરિત ગણાતા યુવરાજ ખૂમાણ અને તેની ટોળકીના 12 શખ્સોએ ખોખડદડ નજીક આંતક મચાવ્યો હતો અને કાળુભાઈ ઉર્ફે લાલાભાઈ જગમાલભાઈ બામરોટીયાની થાર કારમાં તોડફોડ કરી હતી જેથી તેમના બહેન મનિષાબેન રામભાઈ લાખનોત્રા (ઉ.વ.32)એ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધયો હતો.મનીષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તારીખ 14/02 ના રાત્રીના આશરે સવા ત્રણેક વાગ્યાની આસપાસ હુ મારા ઘરે સુતી હતી ત્યારે ઘરની બહાર શેરીમાં ગાડીના કાચ તુટવાના જોરથી અવાજ આવતા હુ મારા ઘરનો દરવાજો ખોલી બહાર આવીને જોયુ તો શેરી માં મારા ભાઈ લાલાભાઈની થાર કાર પાસે બાર થી તેર ઈસમો ઉભા હતા.
અને તેમના હાથમાં પાઈપ -ધોકા તથા તલવાર જેવા હથીયાર હતા અને તેમાંથી એક યુવરાજભાઈ ખુમાણ હતો અને તેની સાથે બીજા બાર થી તેર અજાણ્યા ઈસમો હતા જેને હું ઓળખતી નથી અને મને આ યુવરાજ ખુમાણ જોઈ જતા તે તથા તેની સાથે એક ઈસમ જેને કોઈએ રવિ કહીને બોલાવે તે મારા પર હુમલો કરવા દોડેલ અને મને જેમ-ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મને ધમકી મારેલ કે,તારો ભાઇ લાલો ક્યાં છે તારા ભાઇ લાલા ને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે બાકી તેના પરિવારને જીવવા નહીં દઉં જાનથી મારી નાખી તેમ કહી યુવરાજ ખુમાણ તથા તેના સાથેના માણસોએ તેમના હાથમાં રહેલ ધોકા-પાઈપથી મારા ભાઈ લાલાભાઈની શેરીમાં પડેલી થાર ગાડીમાં પાઇપ-ધોકા મારી કારના કાચ તોડી નાખ્યો હતો અને કારમાં તોડ-ફોડ કરી નુકસાન કરી હતી.
બાદ હું મારા ઘરમાં જતી રહેલ અને મે 112 માં ફોન કરતા આ બધા લોકો તેમની અલગ -અલગ ત્રણ કારમાં બેસી જતા રહેલ હતા અને 112 ની પોલીસની ગાડી આવેલ અને પોલીસે બનાવ સ્થળે વિડીયગ્રાફી કરેલ હતી.આ બનાવ નું કારણ એવુ છે કે,લાલાભાઈને યૂટ્યૂબર નીતીન ઉર્ફે ખજૂર જાની અને યુવરાજ ખુમાણ સાથે સાવરકુંડલા ખાતે બોલાચાલી ઝઘડો થયો હતો અને આ ઝઘડાનો ખાર રાખી યુવરાજ ખુમાણ તેમજ તેની સાથેના બાર થી તેર અજાણ્યા શખ્સોએ હાથમાં ધોકા-પાઈપ તથા તલવાર જેવા હથીયારો લઈ અલગ-અલગ ત્રણ કારમાં આવી આંતક મચાવ્યો હતો.
