કુવાડવા રોડ ભગવતી પાર્કનો બનાવ, યુવાને ગળેફાંસો ખાઇ લીધો
કુવાડવા રોડ ભગવતી પાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તેની પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તે ગુમસુમ રહેતા આ પગલુ ભરી લીધુ હતુ આ અંગે બી ડિવિઝન પોલીસે કાગળો કર્યા હતા.
બનાવની વધુ વિગતો અનુસાર, કુવાડવા રોડ ભગવતી પાર્ક-1માં રહેતા રવિભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.35)નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે કાગળો કર્યા હતા. રવિભાઇ ચાંદીકામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર છે અને પોતે ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેમના લગ્નને 15 વર્ષ થયા હતા. તેમના પત્ની આશિકાબેન દીવાળીના તહેવારમાં મોરબીના યુવક સાથે ભાગી ગઇ હતી. બાદમાં તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતાફ બાદમાં તે ગુમસુમ રહેતો હોય જેથી પગલુ ભરી લીધુ હતું.
