શહેરની ભાગોળે કુવાડવા ચોકડી નજીક અજાણ્યા યુવાનનું બિમારી સબબ મોત નિપજ્યું હતું આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા ચોકડી પાસેથી ગઈકાલે અજાણ્યો યુવાન બિમારી સબબ મળી આવતાં 108 મારફત તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ જયેશ ગોરધનભાઈ સુરાણી (ઉ.50) હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેના કોઈ વાલી વારસ ન હોય પોલીસે વાલીવારસની શોધખોમ હાથ ધરી છે. જો કોઈ વાલી વારસ હોય તો કુવાડવા રોડ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
