ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન થઈ ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોની કવાર્ટર નં.178માં રહેતો રાહુલ કાળુભાઈ ચૌહાણ (ઉ.38) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને કારખાનામાં કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રી હોય યુવાનના મોતથી બંને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *