કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતો યુવાન કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર હતો ત્યારે…

જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું

શહેરમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતો યુવાન કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં રહેતાં પંચરત્નભાઈ રામનાથભાઈ પ્રજાપતિ નામનો 42 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર સેન્ટીંગ કામ કરતો હતો તે તરફ ચાલીને જતો હતો તે દરમિયાન બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવાને જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે બળવંત મનોજભાઈ સોલંકી (ઉ.25) અને મોરબી રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા મૌલીક બાબુભાઈ પટેલ (ઉ.26)એ બહુમાળી પાર્ક મેઈન રોડ પર ફિનાઈલ પી લીધું હતું. જ્યારે ગંજીવાડામાં રહેતાં જતીન રમેશભાઈ બારડ (ઉ.22)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *