પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક
ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના કહેરાન સીમલીપાલના વતની અને ભાવનગરના કાળિયાબીડ, વિરાણી સર્કલ પાસે આવેલ શિવનારાયણ કોમ્પલેક્ષમાં રહેતા અને વેઇટર તરીકે કામ કરતા યુવાન અપૂર્બા કિરણચંદ ઘોષ ( ઉં.વ.34 ) કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ રૂૂમ નં. 201 માં રહેતા હોય વહેલી સવારે રૂૂમની બારીમાંથી અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.