રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોત

મોરબીના રવાપર ગામે રહેતો પરપ્રાંતિય યુવાન મોરબીથી કરિયાણુ લઇ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. જેમાં…

મોરબીના રવાપર ગામે રહેતો પરપ્રાંતિય યુવાન મોરબીથી કરિયાણુ લઇ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતું. જાણવા મળતી વિગત મુજબ રવાપર ગામે વાડી વિસ્તારમાં રહેતો ભરત વિઠ્ઠલભાઇ કલેશ (ઉ.વ.35)નામનો યુવાન ગત તા.30ના બાઇક લઇ મોરબી કરિયાણુ લેવા આવ્યો હતો.

જયાથી ખરીદી કરી રાત્રે બાઇક લઇ પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ ગયુ હતું. જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યુ હતું.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે બહેનનો એકનો એક મોટો ભાઇ હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી લેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *