બાવરીવાસ નજીક યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

જામનગરમાં અંધાશ્રમ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે 35 વર્ષ ના એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે…

જામનગરમાં અંધાશ્રમ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે 35 વર્ષ ના એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે, કે જામનગરમાં અંધઆશ્રમ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં 35 થી 40 વર્ષની વયનો એક યુવાન રેલવે ના પાટા ઉપર અચાનક આવીને ઊભો રહી ગયો હતો, અને તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.

પુરઝડપે આવી રહેલી ટ્રેનની હડફેટે ચડી જવાથી તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રેલવેના કર્મચારી ચારુરંજન સીએલ. પાંડે એ સીટી સી. ડિવિઝન પોલીસ ને જાણ કરતા સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. એન.એમ. ઝાલા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અજ્ઞાત યુવાનના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને મૃતક ની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *