જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા લવજીભાઈ મણીલાલ ટાંક એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય એન સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને દારૂૂનો નશો કરવાની ટેવ હતી, અને દારૂૂ પીવા બાબતે પરિવારના સભ્યો વારંવાર સમજાવવા જતા હોય, તે બાબતે તેને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
