જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેનું મનમાં લાગી આવ્યું હોવાથી પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા નાથાભાઈ નારણભાઈ માતંગ નામના 34 વર્ષના યુવાને ગઈકાલે પોતાના રૂૂમમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની મંજુબેન નાથાભાઈ માતંગે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના એએસઆઇ એફ.જી. દલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવાન, કે જેને પોતાની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતીમ જે ઝઘડાનું તેને મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
દિવાની જવાળાએ દાઝી જતા મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા હેમીબેન ભુરાભાઈ વોરા નામના 70 વર્ષના પટેલ જ્ઞાતિના બુઝુર્ગ મહિલા, કે જેઓ ગઈકાલે વિચિત્ર અકસ્માતમાં પોતાના ઘેર ગંભીર સ્વરૂૂપે દાઝી ગયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. મૃતક મહિલાને પગમાં દુખાવો થતો હોવાના કારણે તેઓએ પોતાના શરીર પર કેરોસીનથી માલિશ કરી રહ્યા હતા, તે દરમિયાન બાજુમાં જ પડેલો દીવો કે જેની ઝાળે અકસ્માતે દાજી ગયા હતા, અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે રસિકભાઈ ઘેલાભાઈ સુરાણીએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળાના એ.એસ.આઇ. ડી. કે. ચૌહાણ બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
