ઓપરેશન સફળ થતા રજા અપાઇ, બદનામીના કારણે ડિપ્રેશનમાં ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધાનું પરિવારનું કથન
બનેવીએ પોલીસને જાણ કર્યા વગર ઘર પાછળ જ લાશ દાટી દીધી, બહેને ધમપછાડા કરતા શંકાસ્પદ બનાવ પરથી પડદો ઉઠ્યો
ગોંડલ પંથકમાં એક ચોંકાવનારી અને ચકચારી ઘટના બની હતી. જેમાં 18 વર્ષના એક યુવાનના ગુપ્તભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ગોંડલ, ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અહિથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ યુવાનનું ગુપ્તાંગ લીલા નાળીયેરમાંથી પાણી કાઢવા માટેના હોલમાં ફસાઇ ગયું હતું.
પછી તેમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં છુંદો બોલી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો અને સારવાર માટે ખસેડયો હતો અને જયા અમદાવાદ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કર્યા બાદ યુવાનને રજા આપતા પરિવારજનો સાથે ગોંડલ આવી ગયો હતો. પરંતુ બદનામીના કારણે ડિપ્રેશનમાં આવી ગયા બાદ તેણે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો અને આ ઘટનાને છૂપાવવા માટે તેમના બનેવીએ યુવાનની લાશ ઘર નજીક ખાડો ખોદી દાટી દીધી હતી. આ ઘટનામાં બહેને ભાઇની શોધખોળ કર્યા બાદ ધમપાછાડા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે બનેવીની પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ ગોંડલમાં રહેતાં આશરે 18 વર્ષના એક યુવાનને ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. હોસ્પિટલ ચોકીમાં થયેલી નોંધ અનુસાર આ યુવાનને કોઇ આકસ્મિક બનાવમાં ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યે ગુપ્તાંગમાં અત્યંત ગંભીર ઇજા થઇ હતી.
રાજકોટથી આ યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. સગાના કહેવા મુજબ પાંચ ભાંડરડામાં સોથી નાનો આ યુવાન છુટક મજૂરી કરે છે. ગઇકાલે વહેલી સવારે તેનું ગુપ્તાંગ કોઇપણ રીતે લીલા નાળીયેર-ત્રોફામાં ફસાઇ ગયું હતું. પછી તેમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં ચામડી ખેંચાઇની ઉતરી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. હાલત અત્યંત ખરાબ થઇ જતાં પીડા થવા માંડતા બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયા હતાં અને તેને ગોંડલ, ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અહિથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયા યુવાનનુ તબીબોએ સફળ ઓપરેશન કર્યા બાદ રજા આપવામાં આવતા તેઓતે પરિવારજનો સાથે ગોંડલ આવી ગયો હતો. જયા આ ઘટનાથી પોતે બદનામ થઇ ગયો હોવાના કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘરની બહાર પણ નીકળતો ન હતો અને તેમણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના બાદ બનાવ છૂપાવા માટે ઘરે પરિવારજનોની જાણ બહાર બનેવી ભાવેેશે મોડી રાત્રી સાળાની લાશને ઘર નજીક ખાડો કરી દાટી લીધી હતી અને બીજા દિવસે બહેન શીલ્પાએ ભાઇની શોધખોળ કર્યા બાદ ધમપછાડા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી શંકાના ઘેરામાં આવેલા બનેવી ભાવેશની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સાળાના મૃતદેહને ઘર નજીક ખાડો કરી દાટી દીધી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે મૃતદેહને બહાર કઢાવી ફોરેન્સીક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
