બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યા

વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલ જાપાનીઝ પાર્કની પાછળ પતરાની ઓરડીઓમાં રહેતા બે મજૂર શખ્સોમાં કોઈ કારણસર ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને ગળા પર તીક્ષણ હથિયાર…

વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલ જાપાનીઝ પાર્કની પાછળ પતરાની ઓરડીઓમાં રહેતા બે મજૂર શખ્સોમાં કોઈ કારણસર ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને ગળા પર તીક્ષણ હથિયાર મારી ફરાર થઈ ગયેલ. ઘાયલ શખ્સને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત્ય જાહેર કરેલ. જે બાબતે વિઠલાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓને ગંભીર બનાવ બાબતે જાણ કરતા તેઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગણતરીના કલાકોમાં આરોપીની ઝડપી પાડવામાં આવ્યો છે.


વિઠલાપુર જીઆઇડીસીમાં જાપાનીઝ પાર્કની પાછળ આવેલ ઓરડીઓમાં રહેતા અજય સિંધુ પાસી અને સંદીપ ચંદા પાસી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલ. ત્યારે ઓરડીમાં જ સાથે રહેતા ફરિયાદી બલરામ વૈજનાથ ચમાર દ્વારા બંનેને છોડાવ્યા હતા. બાદમાં ઓરડીમાં બંને વચ્ચે ફરી ઝઘડો થતાં આરોપી અજય સિંધુ પાસી દ્વારા મરણ જનાર સંદીપ ચંદા પાસેના ગળા ઉપર ધારદાર હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. જ્યારે ફરિયાદી બલરામ ઓરડીમાં જતા સંદીપને લોહી લુહાણ હાલતમાં જોતાં પૂછતા અજય કંઈક ગળાના ભાગે મારીને જતો રહ્યો છે, તેમ જણાવતા કંપનીના સુપરવાઇઝર પ્રદીપ કુમાર યાદવને જાણકારી એમ્બ્યુલન્સ મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ ચૌધરીએ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *