હોટેલમાં ‘મજા’ કરવા ગયેલા યુવકને ઢીબી નાખ્યો

શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો યુવાન મહેમાનને લઇ મોજ કરાવવા માટે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ખાતે ગયો હતો. તે દરમિયાન હોટલ મેનેજરે દારૂના નશામાં ઝઘડો…

શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો યુવાન મહેમાનને લઇ મોજ કરાવવા માટે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ખાતે ગયો હતો. તે દરમિયાન હોટલ મેનેજરે દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. બાદમાં હોટલ સંચાલકે ફોન કરી યુવકને સમાધાન માટે યુનિવર્સિટી રોડ પર બોલાવી સાત થી આઠ શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો આશિષ દિનેશભાઇ મારડીયા નામનો 34 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામા ત્રિકોણબાગ પાસે આવેલી ફલોરાઇન હોટલ પાસે હતો ત્યારે દિપક રબારી અને સીધ્ધરાજ ડોડીયા સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આશિષ મારડીયાના ઘરે મહેમાન આવ્યા હતા. જે બંને મહેમાનને અયાશી કરાવવા માટે આશિષ મારડીયા પોતાના મિત્ર અને કોર્પોરેટરના ભત્રીજા અકરમ દાઉદાણી સાથે મહેમાનને લઇ ત્રિકોણબાગ ખાતે આવેલી હોટલ ફલોરાઇનમાં ગયો હતો ત્યારે મેનેજર દારૂના નશામાં પોતાના સ્ટાફ સાથે ઝઘડો કરતો હતો. તે દરમિયાન ઉશ્કેરાયેલા મેનેજરે આશિષ મોરડીયા અને અકરમ દાઉદાણી સાથે ઝઘડો કર્યો હતો અને મેનેજરે અકરમ દાઉદાણીનો કાઠલો પકડી લીધો હતો.

જે અંગે હોટલ સંચાલક દિપક રબારી સાથે પાલ રોડ પર પાટર્નરમાં રાસોત્સવનું આયોજન કરતા મામાના દીકરાને ખબર પડતા તેણે આશિષ મારડીયાને ફોન કરી જતુ કરી દેવાનુ કહ્યુ હતુ઼. જેને પગલે આશિષ મારડીયા મિત્ર અને મહેમાન સાથે ત્યાથી નીકળી ગયો હતો. બાદમાં યુનિવર્સિટી રોડ પર આવેલા દ્વારકાધીશ હોટલ પાસે બેઠો હતો ત્યારે હોટલ ફલોરાઇનના સંચાલક દીપક રબારીએ આશિષ મારડીયાને ફોન કરી સમાધાન કરવાનું કહ્યુ હતું અને દીપક રબારી સહિત સાતથી આઠ લોકો યુનિવર્સિટી રોડ ખાતે દ્વારકાધીશ હોટલ પાસે પહોંચ્યા હતા. જે દરમિયાન આશિષ મારડીયા વાતચીત કરે તે પૂર્વે જ દીપક રબારી સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *