શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો

શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે સમાધાન કરવા ગયેલા 26 વર્ષીય યુવક ઉપર છરી અને ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે છ…

શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે સમાધાન કરવા ગયેલા 26 વર્ષીય યુવક ઉપર છરી અને ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાપર-વેરાવળની શાંતિધામ શેરીમાં રહેતા અને કુરિયર ડિલિવરીનું કામ કરતા સતિષભાઈ દિલીપભાઈ રાવલીયાએ ફરિયાદમાં નિખિલ વાલવા,પ્રેમ ચાંડપા, આર્યન અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોનું નામ આપ્યું છે. નિખિલ વાલવાએ એક વર્ષ પૂર્વે સતીશની પત્નીને મેસેજ કર્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા વિવાદનું સમાધાન કરવા માટે નિખિલે સતિષભાઈને માઇક્રો મેલ્ટ ગેટ પાસે, એક દવા કંપની નજીક બોલાવ્યા હતા. સતિષભાઈ તેમના બનેવી ધર્મેશભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા.

સમાધાનની ચર્ચા દરમિયાન આરોપી નિખિલ વાલવા અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરીથી હુમલો કરી સતિષભાઈના હોઠ પર મારી દીઘી હતી. તેમજ ત્યાં હાજર અન્ય આરોપીઓ પ્રેમ ચાંડપા અને આર્યને ફરિયાદીને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આ દરમિયાન મોટરસાયકલ પર અન્ય ત્રણેક અજાણ્યા ઈસમો પણ ત્યાં ધસી આવ્યા હતા અને સતિષભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સતિષભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે શાપર-વેરાવળ પોલીસે સતિષભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *